પાળ ગામે નવ મહિના પહેલા લવમેરેજ કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ : ફરિયાદ નોંધાઇ

Crime | Rajkot | 20 April, 2024 | 12:34 PM
સાસુ, સસરા મેણાં મારતા, પતિ - નણંદે ઢીકાપાટુનો માર માર્યાનો ભુમીબેન ટુડીયાનો આક્ષેપ
સાંજ સમાચાર

 રાજકોટ, તા.20
પાળ ગામે નવ મહિના પહેલા લવ મેરેજ કરનાર પરિણીતાને સાસરિયાના સભ્યોએ ત્રાસ આપતા લોધિકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સાસુ, સસરા મેણાં મારતા, પતિ - નણંદે ઢીકા પાટુનો માર માર્યાનો ભુમીબેન ટુડીયાએ આક્ષેપ કર્યો છે.

ફરિયાદી ભુમીબેન જયદિપભાઈ ટુડીયા (ઉ.વ.21, રહે. હાલ પાળ ગામ ઝખરાપીરના મંદીર પાસે તા.લોધિકા)એ ફરિયાદમાં જણાવ્યું કે, મારા લગ્ન આજથી નવેક મહીના પહેલા જયદિપભાઇ ભનુભાઇ ટુડીયા સાથે થયેલ. અમે બંને એ લવ મેરેજ કરેલ હતા. અમે મારા સાસુ સસરા સાથે રાજકોટ મવડી ચોકડી, ક્રિષ્ના પાર્ક શેરી નં 11 મા રહેતા હતા. ગઇ તા.15/04ના રોજ સવારના હું પાળ ગામે આવેલ અમારા ઘરે મારા પતિ સાથે હોય અને મારા પતિ જયદિપને પડધરી પાસે કામ ચાલુ હોય જેથી દશેક વાગ્યે કામ પર જવા નીકળેલ હતા અને ઘરે હું એકલી હતી અને મારે બે માસનો ગર્ભ હોય જેથી અગીયારેક વાગ્યે મને માથાનો દુ:ખાવો થવા લાગતા મેં મારા મોબાઈલમાંથી મારા પતિ જયદિપને ફોન કરેલ અને કહેલ કે, મને બહુ જ માથુ દુખે છે મારે હોસ્પિટલે સારવાર મા જવુ છે તેમ વાત કર તા મારા પતિ જયદિપ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને મને કહેલ કે તને જ્યારે હોય ત્યારે મજા ન હોય અને મને કામ કરવા નથી દેતી તેમ કહેલ.

સાડા અગિયારેક વાગ્યે મારા પતિ જયદિપ પાળ ગામે આવેલ. મને કહેલ કે, તારે મને કંઈ કામ કરવા દેવુ નથી તેમ કહી મને ઝાપટ મારેલ તથા પાટા ઢિકા મારવા લાગેલ. મારા મોટાબહેન નિરાલી રાજકોટ રહેતા હોય તેની ઘરે જવા નીકળેલ અને ઝખરાપીરના મંદિરથી આગળ જતી હતી ત્યા મારા પતિ જયદિપની બહેન જ્યોતી આવેલ અને મને જેમફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ.

ઢીકા પાટુનો માર મારવા લાગેલ. મે 181માં ફોન કરતા 181 હેલ્પલાઇનની ગાડી આવતા મને મારી બહેન નિરાલીબેનના ઘરે મુકી ગયેલ. ચારેક વાગ્યે ખબર પડેલ કે, આ મારા પતિ એ તેના ઘરે પોતાની મેળે ફિનાઈલ દવા પી ગયેલ છે. આમ મારા પતિ જયદિપ તથા મારા સાસુ મંજુબેન તથા સસરા ભનુભાઈ તથા મારી નણંદ જ્યોતિબેન મારા લગ્ન થયેલ બાદ એકાદ મહીનો સારી રીતે રાખેલ હતા અને બાદ અવારનવાર કરીયાવર બાબતે તથા ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણાં મારતા. ગઈ તા 18ના સવારના દશેક વાગ્યે મને પેટમાં દુ:ખાવો થતા હુ અહીં રાજકોટ સરકારી ઝનાના હોસ્પિટલમાં મારી સારવાર ચાલુ છે. પોલીસે ગુનો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj