ચૂંટણી પૂર્વે પોલીસ એક્શનમાં : રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 60 આરોપી પાસાના પિંજરે પુરાયા

Crime | Rajkot | 27 April, 2024 | 11:51 AM
દારૂના ગુનામાં સંડોવાયેલ 37 આરોપી અને વ્યાજખોરી, છેડતી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 23 શખ્સને જેલમાં ધકેલાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
લોકસભાની ચૂંટણી પૂર્વે પોલીસ એક્શન આવી છે. રાજકોટ રેન્જના 5 જિલ્લામાં 60 આરોપી પાસાના પિંજરે પુરાયા છે. દારૂના ગુનામાં સંડોવાયેલ 37 આરોપી અને વ્યાજખોરી, છેડતી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા 23 શખ્સને જેલમાં ધકેલાયા છે.

રેન્જના પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ છે. જે અનુસંધાને રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે અને મતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં થાય તે માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા રેન્જ હસ્તકના પાંચ જિલ્લા જામનગર, મોરબી,  સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ ગ્રામ્ય  પોલીસના વિસ્તારમાં અલગ - અલગ ગેરકાયદેસર પ્રવતિઓ સાથે સંકળાયેલા અસામજીક તત્વો્ વિરુધ્ધ પાસાની દરખાસ્તો તૈયાર કરી જિલ્લા કલેકટર તરફ ફાઇનલ હુકમ મેળવવા માટે મોકલી આપી પાસા વોરંટ મેળવી અસામાજીક તત્વોની અટકાયત કરી અલગ-અલગ જિલ્લાની જેલમાં મોકલી આપવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં રેન્જ હસ્તકના જિલ્લાઓમાં કુલ 60 આરોપીઓ વિરુધ્ધ પાસા અંગેના ફાઇનલ હુકમ મેળવી તેની બજવણી કરી અટકાયત કરી અગલ-અલગ જીલ્લાની જેલોમાં મોકલી આપવાની કામગીરી કરવામાં આવેલ હતી. પાસાના આરોપીઓમાં કુલ 37 દારૂની ગેરકાયદે પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સોનો સમાવેશ કરવામાં આવેલ હતો. જ્યારે આરોપીઓમાં કુલ 23 ભયજનક વ્યકતિ, નાણાધીરધાર તથા જાતીય સતામણીની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સોનો સમાવેશ કરવામાં આવેલ હતો.

જિલ્લા વાઇઝ જોઈએ તો દેવભુમી દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા 4, જામનગર જિલ્લા પોલીસ દ્વારા 15, મોરબી પોલીસ દ્વારા 11, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 13 અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 17 આરોપીને પાસામાં જેલ હવાલે કરાયા હતા. રેન્જ આઈજીએ જણાવેલ કે, આ પ્રકારની પોલીસ કામગીરી આગામી લોકસભા ચૂંટણી સુધી ચાલુ રહેશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj