2019 ની ચૂંટણીમાં રાજકીય પક્ષોને સૌથી વધુ 200 કરોડનું દાન ગુજરાતમાંથી મળ્યુ હતું

Gujarat, Politics | Ahmedabad | 18 April, 2024 | 11:42 AM
ભાજપને 179 કરોડ, કોંગ્રેસને 20.5 કરોડ મળ્યા હતા: 2014 ની સરખામણીએ 3 ગણુ રાજકીય દાન અપાયું હતું
સાંજ સમાચાર

અમદાવાદ,તા.18
ઔદ્યોગીક વિકાસમાં ટોચના ક્રમે આવતા અને સમૃદ્ધ ગણાતા ગુજરાતમાંથી રાજકીય પક્ષોને સૌથી વધુ દાન મળતુ હોવાનું જાહેર થયુ છે.એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મનાં રીપોર્ટ પ્રમાણે 2019 ની લોકસભા ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષોને સૌથી વધુ 200 કરોડનું દાન ગુજરાતમાંથી મળ્યુ હતું. 2014 ની ચૂંટણીમાં ગુજરાતમાંથી પક્ષોને 67 કરોડનું દાન અપાયું હતું. તેની સરખામણીએ 2019 માં ત્રણ ગણુ પોલીટીકલ ફંડ અપાયું હતું.

2019 ની ચૂંટણીમાં રાજકીય પક્ષોને સૌથી વધુ 200 કરોડ ગુજરાતનાં દાતાઓએ આપ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રમાંથી 142 કરોડ તથા ઉતર પ્રદેશમાંથી 68 કરોડ મળ્યા હતા. સૌથી વધુ રાજકીય દાન છતાં ચૂંટણી ખર્ચમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે હતું.55.8 કરોડનો ખર્ચ થયો હતો.ગુજરાતના કુલ 200 કરોડનાં રાજકીય દાનમાંથી 179 કરોડ એકલ ભાજપને મળ્યા હતા.

કોંગ્રેસને માત્ર 20.5 કરોડ અપાયા હતા.લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપ દ્વારા 54 કરોડ તથા કોંગ્રેસ દ્વારા 1.5 કરોડનો ખર્ચ કરાયો હતો. 2019 ની ચૂંટણીમાં માત્ર ત્રણ પક્ષોને રાજકીય દાન આપ્યુ હતું. 

2014 માં પાંચ પક્ષોને રાજકીય દાન મળ્યુ હતું. મોટાભાગનો ખર્ચ પ્રચારમાં થયો હતો. થોડા ઘણા નાણાં ઉમેદવારો પાછળ તથા નેતાઓના પ્રવાસ પર વાપરવામાં આવ્યા હતા.

રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પંચને સોંપાયેલા આવક-ખર્ચનાં હિસાબોનાં વિશ્લેષણ પરથી તૈયાર કરાયેલા આ રીપોર્ટમાં એમ કહેવાયું છે કે ભાજપને 2014 માં 64 કરોડ દાન પેટે મળ્યા હતા.2009 માં તે 181 ટકા વધીને 180 કરોડનું હતું.

કોંગ્રેસને 2014 માં દાન પેટે 3 કરોડ મળ્યા હતા જે રકમ 2019 માં 583 ટકા વધીને 20.5 કરોડ હતી. સામ્યવાદી પક્ષને 2014 માં 13 લાખનું ફંડ મળ્યું હતું. તે 2019 માં માત્ર 1.50 લાખનું હતું.

2014 ની ચૂંટણીમાં રાજકીય પક્ષોને સૌથી વધુ 201 કરોડનું દાન મહારાષ્ટ્રમાંથી મળ્યુ હતું. આંધ્રપ્રદેશમાંથી 77 કરોડ, ગુજરાતમાંથી 67 કરોડ, મધ્યપ્રદેશમાંથી 55 કરોડ તથા પશ્ચિમ બંગાળમાંથી 31 કરોડ મળ્યા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj