ગીરગઢડાની ધોકડવા ગ્રામ પંચાયતમાં સરપંચ પ્રતિનિધિ- ઉપસરપંચની આંતરીક લડાઇમાં વિકાસ કામો ટલ્લે ચડયા

Local | Veraval | 23 April, 2024 | 11:25 AM
આક્ષેપ-પ્રતિ આક્ષેપ સામે મામલતદારને સામસામા આવેદનપત્ર
સાંજ સમાચાર

ઉના, તા. ર3
ગીરગઢડા નાં ધોકડવા ગ્રામપંચાયતમાં સરપંચ પ્રતિનિધી અને ઉપસરપંચ ની આંતરીક રાજકીય પ્રતિષ્ઠાની લડાઈને આગળ વધારવા પંચાયતને રાજકીય અખેડો બનાવી દેતાં બન્ને ની રાજકીય લડાઈ ચરમ સીમાએ પહોંચી હોય તેમ આક્ષેપ પતિ આક્ષેપ વચ્ચે સામાન્ય માનવીનાં કામકાજ અટકી પડ્યા છે અને વિકાસનાં કામોમાં પણ અડચણો ઊભી થઈ રહીં છે

ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામના સરપંચ પતિ દ્વારા તા 19/એપ્રીલ ના રોજ  આપવામાં આવેલ આવેદન પત્ર ને ખોટું ગણાવીને ઉપસરપંચ કાન્તીભાઈ માળવી સહિત અગ્રણી એ ગીરગઢડા મામલતદાર સહીત તંત્ર ને લેખીત રજુઆત કરી જણાવેલ કે ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામના સરપંચ પતિ દ્વારા અધિકારી તેમજ કર્મચારી અને તલાટી મંત્રી વિરૂધ્ધ તેમજ ચુટણી બહિષ્કાર અંગે ખોટું આવેદન પત્ર આપવામાં આવેલ છે

વાસ્તવિકતા એ છે કે  ધોકડવા ગામે તલાટી મંત્રી ફરજ સમયે નિયમીત હાજર રહે છે. અને તે બાબત જાણ સરપંચ પતિ પોતે જ મોબાઇલ સોશિયલ મીડિયાના માધ્યમથી ગામમાં વાયરલ કેરે છે તેમજ આ ગામે સરપંચ પતિના આપખુદી તેમજ સરમુખ્તાસારી વલણથી છેલ્લા 2 વર્ષ થી દસ થી બાર તલાટી મંત્રીઓ ચાર્જ છોડી જતાં રહેલ છે જે આ હકીકત તાલુકા પંચાયતના રેકોર્ડ ઉપર છે. 

વિકાસ કામો અંગે એવી રજૂઆત કરી છે કે ધોકડવા ગામે મનરેગા માથી ચેકડેમ પુલ કમ કોજવેનું પચાસ લાખનું કામ બે આંગણવાડીનું કામ ઘણા સમયથી મજૂર કરવામાં આવેલ છે જે પૈકી ચેકડેમ પુલ કમ કોજવેનું કામ ગ્રામ પંચાયતે આજદિન સુધી પૂર્ણ કરેલ નથી તેમજ બે આંગણવાડી નું કામ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં સરપંચ દ્વારા મનસ્વી વર્તન થી ચાવી આપવામાં આવતી નથી જેથી નાના નાના ભૂલકાઓને પારાવાર હાલાકી ભોગવી પડે છે.

સરપંચ અને સરપંચ પતિ દ્વારા આ અગાઉ 201,4-18 થી 2020-21 સુધીમાં અગાઉ ની ગ્રામ પંચાયતે કરેલ ગટર ના કામો સક્ષમ ઓથોરીટીની મજૂરી વગર તોડી પાડતા તેની તપાસ ચાલું છે તેમજ ગૌચરની જમીન માં નિયમ વિરુદ્ધ સેન્ટિગ્રેશન સેડ બનાવેલ હોય જેની પણ તપાસ ચાલું છે આમ નિયમ વિરૂદ્ધ ના આ કામો ના બીલ મંજૂર કરવા માટે અધિકારી/કર્મચારી ઉપર ખોટું દબાણ લાવે છે. થોડા દિવસ પહેલા અમુક સમાજ વિરૂદ્ધ ફરીવાર અભદ્ર ઓડિયો મોબાઇલ કિલપ વાઇરલ થતાં તેની વિરૂદ્ધ ફોજદરી રાહે કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલું છે તેમજ તેમના વિરૂદ્ધ રાજુલા કોર્ટમાં ઉના કોર્ટમાં વેરાવળ કોર્ટ માં તેમજ ગીરગઢડા કોર્ટ માં કેસ ચાલું હોવાનો ગંભીર આક્ષેપ ઊપ સરપંચ એ પોતાની રજૂઆતમાં કર્યો છે આમ બન્ને પંચાયતનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ કાયમી પોતાનાં વર્ચસ્વ જમાવી રાખવાં પંચાયતને રાજકારણનો અખેડો બનાવી પંચાયતનાં વહિવટી ને મોરો બનાવતાં હોવાનો શુર સમગ્ર ધોકડવાની આમ પ્રજામાં ઉઠવા પામ્યો છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj