લાઇવ એન્ડ એકસકલુઝીવ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે ‘સાંજ સમાચાર’નો ખાસ લંબાણપૂર્વકનો ‘ઓન ધી વ્હીલ્સ’ ઇન્ટરવ્યુ...

કોઇ પણ મહામારી સામે લડવા ભારતનું 50 વર્ષનું પ્લાનીંગ તૈયાર : 64 હજાર કરોડનો ખર્ચ : દરેક જિલ્લા માટે 100 કરોડનું બજેટ : કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયા

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 05:54 PM
આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી ડિજિટલ હેલ્થ સિસ્ટમ આવશે : આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળશે લોકોને : કોરોના કાળમાં ભારતે વિશ્ર્વને ‘સંજીવની’ પુરી પાડી
સાંજ સમાચાર

► પોરબંદરમાં ક્રુઝ ટુરીઝમ લાવશું : દરિયામાં બર્થ ડે પાર્ટી સહિતના પ્રસંગો માટે વ્યવસ્થા : માધવપુર બીચનો વિકાસ : પોરબંદરથી મુંબઇ રોપેકસ સર્વિસ આવશે

► પોરબંદર ભાજપના ઉમેદવારના લોકસભાના ફોર્મમાં ઝુંપડપટ્ટીમાં રહેતા ગૃહિણીને દરખાસ્ત મુકવાની તક આપી : માત્ર હું નહીં, તમામ લોકો મારી સાથે ચૂંટણી લડે છે

► બે દાયકામાં ચૂંટણીમાં મોટા પરિવર્તન આવ્યા : ઓછા ખર્ચમાં પણ ચૂંટણી જીતી શકાય એ વાત પોરબંદરમાં સાબિત થશે : ધોરાજી, ગોંડલ, જેતપુરના વિકાસની બ્લુ પ્રિન્ટ પણ કેન્દ્રમાં તૈયાર

 

► દેશના લોકોને સમયસર 240 કરોડ  ડોઝ આપી દીધા : દેશમાં રાતોરાત ફાર્મા કંપનીઓ પાસે દવાનું ઉત્પાદન વધારે કરાવ્યું  કોરોના વાયરસ ઇન્ફલુએન્ઝાની જેમ વાયરસ મ્યુટેટ થતો રહે છે : હવે કોઇ ચિંતા નહીં હોવાનું વૈજ્ઞાનિકોએ તારણ આપ્યું છે 

► કોરોના કાળ વખતે આરોગ્ય મંત્રાલય 20-20 કલાક ધમધમતું હતું : માત્ર 3 કલાક આરામ કર્યો છે : વોર રૂમમાંથી  વડાપ્રધાન સાથે સતત સંપર્ક રહેતો હોવાની યાદ વાગોળતા આરોગ્ય પ્રધાન 

► કટોકટી કાળમાં રાત્રે 1 વાગ્યે પણ વડાપ્રધાન ફોન પર માર્ગદર્શન આપતા હતા : બીલ ગેટ્સે વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં ભારતને ખાસ અભિનંદન આપ્યા હતા 

રાજકોટ/ પોરબંદર : 
આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થશે. સૌરાષ્ટ્રમાં બે કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી પોરબંદર લોકસભા વિસ્તાર એટલે કે પૂજ્ય જલારામ બાપાની ભુમી, જ્યાં મા ખોડલ બિરાજમાન છે (ખોડલધામ) અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા ચુંટણી લડી રહ્યા છે. ત્યારે મનસુખભાઈ માંડવીયાએ ’સાંજ સમાચાર’ના યુવા એક્ઝિક્યુટિવ એડિટર કરનભાઈ શાહ સાથે લાઇવ એન્ડ એકસકલુઝિવ ઇન્ટરવ્યૂ કર્યો. આ ઇન્ટરવ્યૂ ઓન ધી વ્હીલ્સ એટલે કે ગાડીમાં પ્રવાસ સાથે વાત કરતા કરતા થયો હતો. મનસુખભાઈ માંડવીયા સાથેનો ઇન્ટરવ્યૂ ’સાંજ સમાચાર’ના ફેસબુક અને યુટ્યુબ પેજ પર પણ જોવા મળી શકશે. મનસુખભાઈએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

કરન શાહ : દોઢ મહિનાથી પ્રચાર કરી રહ્યા છો, ચોપાટીમાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા, સાયકલિંગ કર્યું, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે ? 
મનસુખભાઈ : ચૂંટણીમાં પ્રચાર વખતે લોકો સાથે કનેક્ટ થાય તે ખૂબ મહત્વનું છે. મે ચૂંટણી પ્રચાર અને પ્રવાસ સિસ્ટમેટીક અને વૈજ્ઞાનિક ઢબે કર્યો છે. આખી ચુંટણી ઓછામાં ઓછો ખર્ચ થાય અને તેમ છતાં વધુમાં વધુમાં લોકો સુધી પહોંચી શકાય તેમ કર્યું છે. તેના માટે કાર્યકરોનું મોબીલાઈઝેશન કર્યું અને બીજા તબક્કામાં એપ્રિલમાં સીધા કોન્ટેક્ટ કર્યું, દરેક જિલ્લા તાલુકા પંચાયતનો પ્રવાસ કર્યો અને ગામોની મુલાકાત કરી. ભારત સરકારની જેટલી સ્કીમના લાભાર્થી છે.

તેને મળવાનું ચાલુ કર્યું અને સમજતો જાવ કે તેના જીવનમાં કેવો બદલાવ આવ્યો છે અને સરકાર પ્રત્યે શું તેમની સમજ છે. ત્યારબાદ હું પદયાત્રા કરતો કરતો રામજી મંદિર પહોંચ્યો. હું જ્યાં પણ જાવ ત્યારે ચોકમાં સંબોધન કરૂ, તો મારે ખુરશીની જરૂર નહિ, માઇકની નહિ રહી, ફૂલહાર નહિ કરવાના, તો આ રીતે ઓછા ખર્ચમાં પ્રચાર શરૂ કર્યો. મારો સ્વભાવ છે વીઆઇપી કલ્ચર જેવું નથી રાખ્યું, રાત્રે પ્રચાર કરીને આવું અને પોરબંદર રોકાયો હોવ તો ચોપાટી જાવ અને ત્યાં વોકિંગ કરૂ અને લોકોને મળતો. એકવાર સવારે બીચ પર ગયો હતો, ત્યારે શરૂઆતના દિવસો હતા એટલે યુવાનો હજુ મને ઓળખતા નહોતા, પરંતુ મે પૂછ્યું મને ક્રિકેટ રમવા દેશો અને એ લોકોએ મને બોલિંગ બેટિંગ કરવા આપી. અમને મજા આવી. રમત ગમત સાથે યુવાનોની સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. મે યુવાનોને પૂછ્યું શું કરો છો તો તે લોકો કડિયા કામની મજૂરી કરતા હતા. 

આ જ રીતે કેશોદ ગયો હતો, ત્યારે પ્રવાસ કરી રહ્યો હતો. પ્રચાર સમયે નયનાબેન કરીને એક બહેન મળ્યા, સવારે 10-11 વાગ્યાનો સમય હતો અને તેમના આંખોમાં થી આંસુ વહેતા હતા તો મે પૂછ્યું સફોકેશન થાય છે, તો મે સૂચના આપી કે આમને હોસ્પિટલમાં લઈ જાવ. તો એમને કહ્યું કે ના મને સફોકેશન નથી થતું. તેઓએ વાત કરી કે અમે ઝુંપડામાં રહીએ છીએ અને મારા પતિ રિક્ષા ચલાવે છે. અમારી કલ્પના ન હતી અમારું ઘરનું ઘર થાય પણ મોદીજીના 3.5 લાખ રૂપિયાની સહાયથી ઘરનું ઘર બની ગયું. મને પૂછ્યું ચા પીવા આવશો, પણ મે કહ્યું હું જમવા આવીશ અને જમ્યા. અમે ગયા ત્યારે ચેહરા પર હરખ જોયો અને મોદીજી પ્રત્યે ભાવ જોયો.

જમ્યા બાદ મે બહેનને પૂછ્યું, હું લોકસભામાં ફોર્મ ભરવાનો છું તમે મારી દરખાસ્ત કરશો. સામાન્ય રીતે સાંસદો, નેતાઓ હોય છે પણ મે તે બહેનને પૂછ્યું કે ફોર્મ ભરવા વખતે દરખાસ્ત કરશો. આજે હું લોકસભાનો ઉમેદવાર છું પણ દરખાસ્ત નયનાબહેનએ કર્યું. એટલે લોકોને સાથે રાખીને ચાલ્યો છું તેથી માહોલ એવો બન્યો કે હું એકલો ચૂંટણી લડતો નથી, તમામ લોકો મારી સાથે લડે છે. વિધાનસભા ચૂંટણી જેવું વાઈબ્રેશન છે, જે સામાન્ય સંજોગોમાં લોકસભા ચૂંટણી દરમ્યાન જોવા ન મળે પણ તમામ વડાપ્રધાન મોદીના વિચારો સાથે જોડાયા છે અને લાભાર્થી છે. 

કરન શાહ : 2002 ની વિધાનસભા ચૂંટણી, અને હવે 22 વર્ષ બાદ લોકસભા ચુંટણી લડી રહ્યા છે.. કેટલો બદલાવ આવ્યો છે ? 
મનસુખભાઈ : રાજનીતિક ક્ષેત્રમાં મે જોયું છે, કે 2002 ની સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં ઘણો બદલાવ છે. તે વખતે કાર્યકરોની ફૌજ મર્યાદિત હતી. 2002 માં ભાજપ માટે ઘણ અંશે શરૂઆતના દિવસો હતા. હું જ્યાંથી લડી રહ્યો હતો તે પાલીતાણા બેઠક પર કોંગ્રેસની ગુંડાગીરી હતી, ભાજપ ત્યાં હતું નહિ. એ તબક્કો હતો. એ વખતે ચૂંટણીમાં ખર્ચ થતો, ત્યારથી મારા મનમાં હતું કે ચૂંટણીમાં ખર્ચ થવો ન જોઈએ, અને એ વાત કાર્યકરોએ સ્વીકારી. ભાજપમાં સામાન્ય કે નાના કાર્યકરો પણ ચુંટણી લડી શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ, નાણાંનાં કારણે ચૂંટણી ન લડે તેવું ન થવું જોઈએ. 
વચ્ચે રોકીને .. કરન શાહ : હાલમાં ઓડિશામાં પૂરી બેઠક પર બન્યું કે કોંગ્રેસના ઉમેદવારે આર્થિક કારણોસર ઉમેદવારી પાછી ખેંચી.

મનસુખભાઈ : હા વાત સાચી છે, ચૂંટણી ખર્ચ કરવાની પ્રણાલી બની ગઈ છે. ન કરવાના ખર્ચ ઘણી વખત કરતા હોય છે પણ એવું ન હોય. બને એટલો ઓછો ખર્ચ કરીને પણ ચૂંટણી લેડી શકાય અને જીતી પણ શકાય. અને મારા કાર્યકરો પણ આ સાથે સહેમત છે. ભાજપના કાર્યકરને હોદ્દો નહિ માન જોઈએ છે અને તમે પ્રેમ થી માન સન્માન થી કાર્યકરો સાથે રહો તો તેમને ખુબ ગમે. તેની ઇફેક્ટ વોટિંગમાં આવે.

કરન શાહ : એક મુદ્દો એવો પણ આવે છે કે પોરબંદરમાં સ્થાનિક ઉમેદવાર નથી, બહારનો ઉમેદવાર છે...
મનસુખભાઈ : શરૂઆતમાં કોંગ્રેસે એવી કોશિશ કરી કે તે પ્રચાર કરે કે સ્થાનિક ઉમેદવાર નથી, બહારનો છે. એટલે મે 12 ટાઉનમાં કી વોટર - પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાખ્યા અને બધાને મળતો ગયો. એ લોકો મને હેલ્થ મિનિસ્ટર તરીકે ઓળખતા હતા પણ હવે વધુ નજીક આવ્યા. અને મે કોઈને જવાબ આપવા કરતાં, તું તું મે મે કરવા કરતા સૌની સાથે સંવાદ કર્યો. મે કહ્યુ કે જમાનો બદલાઈ છે, હવે સમગ્ર દેશ મોદીજીનો પરિવાર છે. હવે પ્રાંતવાદમાંથી બહાર આવવું જોઈએ. વ્યક્તિ ક્યાંથી આવે છે તે મહત્વનું નથી, શું કરે છે તે મહત્વનું છે. મે દેશ દુનિયામાં કર્યા કરી સાબિત કર્યું છે. મને ખુશી એ વાતની છે કે મને પોરબંદર ક્ષેત્રના એક પણ નાગરિકે એવી કોઈ વાત મને ફિલ નથી કરવા દીધી. ટ્રેડીશનલ રાજનીતિ થી બહાર આવીને હવે જે નવી જનરેશનને ગમે તેમ કરવું જોઈએ.

કરન શાહ : પોરબંદર મતક્ષેત્રનો ક્ષમતા પ્રમાણે વિકાસ નથી થયો, તો ગોંડલ - ધોરાજી, પોરબંદર - જેતપુરના વિકાસ માટે બ્લુ પ્રિન્ટ શું છે? 
મનસુખભાઈ : જે ક્ષેત્રને સમુદ્રતટ મળ્યો હોય તેના પાસે વિકાસની અનેક તક છે. અત્યારસુધી પ્રયાસો થયા હતા પણ હવે વધુ કરવામાં આવશે. પોરબંદરમાં ટુરિઝમને ડેવલપ કરવાનો પ્લાન છે, જેતપુરમાં ડાઇંગ ઇન્ડસ્ટ્રી છે, તેને ડબલ કરી શકો. ત્યાં ઇકો સિસ્ટમ ઓલરેડી છે. જેતપુરમાં ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઈઝ કરીએ તો ડબલ ઉત્પાદન કરી શકીએ. ધોરાજીમાં પ્લાસ્ટિક માંથી રિસાયકલ કરવાના મોટા યુનિટ છે. આખા દેશમાંથી પ્લાસ્ટિક ઉદ્યોગનું હબ બની શકે છે. ધોરાજીમાં વેપારીઓના સ્કીલનો ઉપયોગ કરી પ્લાસ્ટિક રિસાયકલ કરવાની મોટી તક છે. 

કરન શાહ : પોરબંદરમાં કોસ્ટલ ટુરિઝમ વિકસાવવાની જરૂર છે
મનસુખભાઈ : સાચી વાત.. તમે યાદ રાખજો પોરબંદરમાં ક્રૂઝ ટુરિઝમ લાવીશું. શનિવાર રવિવાર પોરબંદર લોકો આવે તેવું કરીશું. દરિયામાં શીપમાં લોકો બર્થડે પાર્ટી - સગાઈ - કરે તેવી વ્યવસ્થા કરીશું. ફ્લોટિંગ જેટી લાવીશું. માધવપુર બીચ પણ વિકસાવીશું. પોરબંદર થી મુંબઈ રોપેકસ સર્વિસ લાવી શકાય. હું શિપિંગ મંત્રી હતો ત્યારે ભાવનગર થી મુંબઈ રોપેક્સ સર્વિસ ચાલુ છે એવી જ રીતે પોરબંદર થી કૃઝ કનેક્ટીવીટી થશે. 

કરન શાહ : પોરબંદર મતક્ષેત્ર એક માત્ર એવું હશે જ્યાં બે એરપોર્ટ છે - કેશોદ અને પોરબંદર પરંતુ રેલ અને ફ્લાઇટ કનેકશન ઓછા છે.. 
મનસુખભાઈ : રેલ કનેક્શન છે, પણ તે વધારીશું. ફ્લાઇટમાં સાચી વાત છે, અનેક વાર શરૂ થઈ છે અને પછી બંધ થઈ છે. પણ ફ્લાઇટ કંપનીઓ સાથે વાત કરી અમદાવાદ, મુંબઈ દિલ્હી સાથે ફ્લાઇટ સેવા જોડાય તેમ કરીશું. એર કનક્ટિવિટી આવશ્યક છે. 

કરન શાહ : આપની સાથે કોરોના કાળની વાત કરીએ.. દેશમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી તો તે સમયમાં આરોગ્ય મંત્રી તરીકેની કામગીરી વિશે જણાવો.. 
મનસુખભાઈ : એક દમ ક્રિટીકલ સમય હતો. આમ તો 23 માર્ચ 2020 થી સમગ્ર દેશમાં લોક ડાઉન હતું પરંતુ મારી ઓફિસના 20 20 કલાક કામગીરી થતી. એક બાજુ લોકો મૃત્યુ પામી રહ્યા હોય, બીજી બાજુ દવા ઉત્પાદન વધારવું, ઓકસીજન, રસી સહિત અનેક મુદ્દાઓ હતા.

આ ઉપરાંત કોરોના જેવા કાળમાં જ્યારે સહકાર કરવાનો હોય ત્યારે વિપક્ષ દ્વારા રાજકારણ રમાતું હતું. યુદ્ધ જેવી સ્થિતિમાં સહકાર જરૂરી હોય છે. ફકત ત્રણ થી ચાર કલાક જ સૂઈ શકતા હતાં. મારી ઓફિસમાં વોર રૂમ હતો, મિનિટ ટુ મિનિટના ફિગર આવતા હતા. દરરોજ સવારે 9 વાગ્યે મિટિંગ થતી હોય, જેમાં વૈજ્ઞાનિક એડવાઈઝર આવતા હોય, હેલ્થ સેક્રેટરી, ફાર્મા સેક્રેટરી, મેડિકલ રિસર્ચના ડાયરેકટર, એઇમ્સના ડાયરેકટર - ડોકટરો સાથે સતત મિટિંગ ચાલતી હતી. રેગ્યુલર મિટિંગ ચાલતી, દરેક વિભાગના એક્સપર્ટ આવતા અને દુનિયામાં શું સ્થિતિ છે તેનું રિપોર્ટિંગ થાય, દવાની સ્થિતિ છે, દેશમાં જીનોમ સિકવસિંગ કરવા માટે અપડેટ લેવાઈ, અમે કલાક દોઢ કલાકમાં રિપોર્ટ બનાવી અને વડાપ્રધાન કાર્યાલયએ પહોચતું અને બપોરે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થાય. પેહલા એવી સ્થિતિ હતી કે આ દેશ ક્યારે વેક્સિન બનાવશે, વેક્સિન બનાવી તો સારી છે કે ખરાબ છે.

 આ તો મોદી વેક્સિન છે, મોદીજી કેમ નથી લેતા, મોદીજી લીધી તો દેશ બાકી છે તો મોદીજી એ કેમ રસી લીધી.. આ પ્રમાણે વાત થતી પણ અને સમયસર તમામ લોકોને રસી આપી દીધી. દુનિયાની વસ્તી 8 અબજ છે, અમે 240 કરોડ ડોઝ આપ્યા. એટલે દુનિયાના 33 ટકા ડોઝ અમે સમયસર આપ્યા, નાની વાત નથી. દુનિયાને રસી તથા દવા પહોંચાડી, અનેક દેશો પાસે દવા નહોતી. 23 માર્ચના લોકડાઉન, 4 એપ્રિલના પીએમ મોદીજીનો ફોન આવ્યો અને કહ્યું કે દુનિયાના અલગ અલગ દેશોમાંથી દવા માટે ફોન આવી રહ્યા છે.

ત્યારે મને મોદીજીએ કહ્યું કે લોકડાઉન પાસ આપી અને ફાર્મા કંપનીઓ ચાલુ કરાવો અને ઉત્પાદન વધારો. દેશમાં લોક ડાઉન હતું છતાં એવી સ્થિતિમાં માત્ર દવા લેવા દરરોજ સાત થી આઠ પ્લેન લેન્ડ થતાં હતાં. એ વખતે મોદીજીએ મને કહ્યું સ્વાસ્થ્યને વેપાર નથી ગણતા, આપણે સ્વાસ્થ્યને સેવા તરીકે જોઇ દુનિયાને મદદ કરવાની છે. આપણે કોઈ ભાવ ન વધાર્યો અને કોઈ ક્વોલિટી સાથે બાંધછોડ નથી કરી. આ કરવાથી દુનિયાના વિકસિત દેશો પણ હવે ભારત સાથે કામ કરે છે.

તેઓએ ભારત સાથે મિત્રતા કેળવી. અનેક દેશો રસીનો સ્ટોક કરતા હતા ત્યારે આપણે વેક્સિન મૈત્રી શરૂ કરી અને 100 દેશોમાં રસી પહોંચાડી. મારી આના ઉપર પુસ્તક પણ આવી રહી છે. આવી કોરોના જેવી વેશ્વિક મહામારીમાં મોદીજીએ દેશને બચાવ્યો. તેમનું સમયસર માર્ગદર્શન આપતા. રાત્રે 1 વાગ્યે પણ ફોન કરીને તો ફોર ઉપાડીને વાત કરે અને માર્ગદર્શન આપતા. 

એક પ્રસંગ કહું.. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દાહોસમાં બિલ ગેટ્સ મને મળ્યા અને કહ્યું અભિનંદન ભારત, તમે કોવિડ અને વેક્સિનમાં અદ્ભુત કાર્ય કર્યું છે. ત્યારે આપણને ગૌરવ થાય આપણા વડાપ્રધાન ઉપર. 

આ ઉપરાંત અનેક દેશોના મંત્રીઓ મારી સાથે સંપર્કમાં હતા. ઈન્ડોનેશિયા, યુએસ, સહિતના અનેક મંત્રીઓએ ફોન કરી મદદ માંગી હતી. એક વખત જર્મનીના મંત્રીએ મને ફોન કર્યો અને કહ્યું કે અમે તમને વેન્ટિલેટર મોકલી તમે અમે દવા આપો - જર્મની પાસે એઝીથ્રમાયસીન દવા નથી, ત્યારે અમે કહ્યું પ્લેન મોકલી અમે દવા મોકલીશું. એવું નથી કે અમને તમે વેન્ટિલેટર આપો તો જ તમને દવા મળશે. તમારી પાસે અનુકૂળતા હોય તો અમને વેન્ટિલેટર મોકલાવજો, અમારી પાસે દવા છે જે અમે તમને આપીશું. 

બ્રાઝિલને જ્યારે દવા મોકલી ત્યારે તેના રાષ્ટ્રપતિએ ટવીટ કર્યું હતું કે જે રીતે લક્ષમણજી સંજીવની લઈને આવ્યા હતા, તે રીતે ભારત અમારા માટે સંજીવની બની છે અને પ્લેન દવા લઈને બ્રાઝિલ આવી રહ્યું છે. થેન્ક યુ મોદીજી... આ રીતે દુનિયાના પ્રતિભાવ મળે એટલે આપણે ગૌરવ થાય. 

કરન શાહ : હવે કોવિડની કોઈ ચિંતા ખરી.? ગઈકાલે જ વાંચ્યું કે નવો વેરીયેન્ટ FLRT​ અમેરિકામાં દેખાયો છે..
મનસુખભાઈ : હવે એમાં એવું છે કરનભાઈ, કોરોના વાયરસ પૃથ્વી પર આવી ગયો, જેમ ઇન્ફ્લુંએન્ઝા છે તેમ કોરોના આવી ગયો. કોઈ પણ વાયરસ 100 વાર થી વધારે મ્યુટેટ થાય, એટલે તેની ક્ષમતા ઘટતી જાય. અત્યારે કોરોના વાયરસ 223 વખત મ્યુટેન્ટ થયો છે તેથી હવે કોઈ ચિંતા ઉપજાવી શકે તેવી સ્થિતિ નથી, તેમ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. 

કરન શાહ : તમારી પાર્ટીએ નારો આપ્યો છે અબ કી બાર, 400 પાર ....પરંતુ રાષ્ટ્રીય સ્તરે 400 કે પર કેવી રીતે થઇ શકે ? 
મનસુખભાઈ : કેન્દ્રીય મંત્રી હોવાથી અનેક રાજ્યોમાં પ્રવાસ કર્યા છે અને સંપર્કમાં છે. દક્ષિણ તથા પૂર્વ ભારતમાં બેઠકો વધશે. ભાજપની 370 પ્લસ થશે અને એન.ડી.એ ને 400 પ્લસ મળશે. 2019માં જ્યાં અમારૂ પરફોર્મન્સ સારું થયું નહતું તેવા રાજ્યોમાં થી 50 બેઠકો પ્લસ થશે. 

આયુષમાન ભારતના કારણે હવે હેલથના પાછળ ખર્ચ નથી થતો. 80 કરોડને મફ્ત અનાજ આપ્યું. ઘરે ગેસ સિલિન્ડર આપ્યું, આનાથી લોકોના જીવનમાં બદલાવ આવ્યો. તો આ બદલાવ દક્ષિણ તથા પૂર્વના રાજ્યોમાં જોવા મળ્યો. અને લોકોને મોદીજીના વિશ્વાસ આવ્યો. નોંધપાત્ર રીતે સિટો વધશે. નોર્થ અને વેસ્ટમાં હાલમાં તમામ બેઠકો પર સારી પરિસ્થિતિ છે જ. આ સાથે ભાજપને 370 પ્લસ અને એનડીએને 400 મળશે તેનો મને વિશ્વાસ છે. 

કરન શાહ : આગળ જતાં કેવા હજુ પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે.? 
મનસુખભાઈ : મોદીજીનું સ્વપ્ન છે કે કોઈ પણ પ્લાનિંગ કરીએ તેની ઇમ્પેક્ટ લાંબા સમય સુધી હોવી જોઈએ. કોરોના સમયે જે મેનેજમેન્ટ કર્યું તેમાં એવું પ્લાનિંગ કર્યું કે 50 વર્ષ સુધી કોઈ પણ મહામારી આવે તો ભારત મજબૂત રીતે સામનો કરી શકે અને આગળ જતાં પણ તેવું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું જરૂરી છે, એટલે મિશન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રુકચરના માધ્યમથી કામ કરવાનું ચાલુ કર્યું છે અને એમાં 64000 કરોડ ખર્ચ કરવાના છીએ. એક એક જિલ્લામાં 100 કરોડ નો ખર્ચ થશે જેમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ઉત્તમ કક્ષાની લેબોરેટરી, ક્રિટીકલ હેલ્થ ઇન્ફ્રા ઊભા થશે. 

બીજું, આરટીફીશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે તો અઈં ની મદદ થી અને ડિજિટલ હેલ્થ અમે લાવવા માંગીએ છીએ જેથી ટેલી મેડિસન થી અમે લોકો સુધી પહોંચી શકીએ. ડેટા એનેલીસિસ કરવા માંગીએ છીએ. આગામી દિવસોમાં હેલ્થ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની બને. 

કરન શાહ : તમે ફિટ રહેવા શું કરો છો ? 
મનસુખભાઈ : હું ફિટનેસનો અગ્રાહી રહ્યો છું. હું નિયમિત સાયકલિંગ કરૂ છું અને સાથે યોગ કરૂ છું. સાયકલિંગ ફેશન નહિ પેશન છે. અને તેથી હું ઘણી વખત સાંસદ પણ સાયકલ પર જતો હોવ છું. મે પ્રાણાયામ - યોગ અને સાયકલિંગ થી હેલ્થ મેઇન્ટન કરૂ છું. તેથી તમામ યુવાનોને પણ અપીલ કરૂ છું કે નિયમિત રીતે કોઈ પણ કસરત કરવી જોઈએ.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj