ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વે સામે ચુનૌતી દેવા તૈયાર છે!!

India, World, Sports | 04 July, 2024 | 03:25 PM
♦ 2016માં રમાયેલ મેચમાં ભારતે ત્રણ રનથી ઝિમ્બાબ્વેને હરાવેલ હતું
સાંજ સમાચાર

♦ કુલ 38 મેચ રમાયા છે. જેમાંથી ઝિમ્બાબ્વેને નવમાં જીત મળી છે.

હરારે: કેપ્ટન શુભમન ગીલના નેતૃત્વમાં ભારતીય યુવા ટીમ આઠ વર્ષ બાદ હરારેમાં તેના પ્રથમ પડકાર માટે તૈયાર છે. અત્યાર સુધી અહીં એકપણ શ્રેણી ન ગુમાવનાર ભારતીય ટીમ ફરી એકવાર હરારેના કિલ્લાને તોડવા માટે બેતાબ રહેશે. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં તમામ ખેલાડીઓ પ્રથમ ખત ફટાફટ ક્રિકેટમાં રમશે. આ યુવા ટીમને ઝિમ્બાબ્વેને જીતવાની સારી તક છે.

200 પ્લસ માત્ર બે વાર
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં 2010 થી ડિસેમ્બર 2023 સુધી કુલ 41 મેચો રમાઇ છે. જેમાંથી બે વખત 200 પ્લસ સ્કોર થયો છે. જુલાઇ 2018માં ઓસ્ટ્રેલિયાએ 229 રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્વેએ 2022માં બાંગ્લાદેશ સામે 205 રન બનાવ્યા હતા.

ધોનીની ક્લબમાં ગિલ!
ભારત તેની પ્રથમ મેચ 6 જુલાઇએ ઝિમ્બાબ્વે સામે રમશે. 14મીએ ફાઇનલ મેચ યોજાશે. ટીમ મંગળવારે મોડી રાત્રે હરારે પહોંચી હતી. ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા ‘’ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, અમે ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન ભારતનું સ્વાગત કરીએ છીએ.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj