(સમીર વિરાણી) બગસરા,તા.26
બગસરામાં ભાજપ દ્વારા સથવારા સમાજ તેમજ કોળી સમાજ ના અગ્રણીઓ તેમજ તમામ સમાજ ની ભાજપ દ્વારા કોળી સમાજ ખાતે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બંને સમાજ ના અગ્રણીઓ પ્રમુખ અને ઉપપ્રમુખ ને સ્ટેજ ઉપર સ્થાન આપેલ હતુ ત્યારે ભાજપ ના આગેવાન તેમજ પાલિકા પૂર્વ પ્રમુખ એ. વી. રિબડીયા દ્વારા સથવારા સમાજ ના આગેવાન તેમજ સથવારા સમાજ ના ઉપપ્રમુખ દિનેશભાઈ હડિયલ ને સ્ટેજ ઉપર ની નીચે ઉતારવામાં આવતા રોષે ભરાયેલા દિનેશભાઈ દ્વારા ભાજપ નો ખેસ ત્યાજ મૂકીને સભા છોડી ચાલ્યા ગયા હતા જ્યારે આ બાબતે દિનેશભાઈ ને પૂછતા તેમણે જણાવેલ કે આ મારું નહિ પરંતુ આ અમારા આખા સમાજ નું અપમાન કર્યુ છે .
જ્યારે આમરા સમાજ ના સૌથી વધુ મતદારો છે ત્યારે આ અપમાન સહન કરી લેવામાં નહિ આવે અને હાલમાં હું ભાજપ નો મંત્રી છું છતાં મારું ભાજપ ના અગ્રણી દ્વારા અપમાન કરવામાં આવ્યું છે જેથી હું પક્ષ માંથી રાજીનામું પણ આપવા જ્ય રહ્યો છું જો આવા આગેવાનો દ્વારા સમાજના અગ્રણી તરીકે અપમાન કરવામાં આવે તો અમારો સમાજ હવે ભાજપ થી ખફા થય ગયો છે જ્યારે પક્ષ દ્વારા કા તો આવા નેતા ને હાકલ પટ્ટી કરવામાં આવે કતો માફી માંગવામાં આવે તો અમારો સમાજ માફ કરશે નહિ તો હવે ભાજપ માંથી રાજીનામું આપવાની જરૂર વર્તાય રહી છે.
આ બાબતે પાલિકા પૂર્વ પ્રમુખ એ. વી. રિબડિયા નો સંપર્ક કરવામાં આવતા આવી કોઈ ઘટના તેમના તરફથી બનેલ ન હોય તેમ જ આ વાત સત્ય થી ખૂબ જ દૂર હોવાનું નિવેદન આપ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy