બુથના કાર્યકર્તાથી સાંસદ બનવાનું બહુમાન મને આ મત વિસ્તારના નાગરિકોએ આપ્યું છે: ગૃહમંત્રી

નરેન્દ્ર મોદી મતદાર છે તે બેઠકનું પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે બહુમાન: અમિત શાહ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 19 April, 2024 | 05:58 PM
ગાંધીનગર લોકસભા બેઠક પર સતત બીજી વખત ઉમેદવારી નોંધાવતા કેન્દ્રીય ગૃહમંત્રી: મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા
સાંજ સમાચાર

► અટલજી અને અડવાણી જે બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ત્યાં મને લોકોની સેવા કરવાની તક મળી એ મારું સદભાગ્ય છે: ગાંધીનગર સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે

રાજકોટ, તા.19
ગાંધીનગર લોકસભા બેઠકની તમામ સાત વિધાનસભા બેઠક પર ગઇકાલે જબરા રોડ શો બાદ આજે ઉમેદવારી નોંધાવતા સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ જણાવ્યું હતું કે હું આ જ બેઠક પર 30 વર્ષ ધારાસભ્ય અને સાંસદ રહ્યો છું અને બહુ નાના બુથના કાર્યકરોમાંથી સંસદ સુધી  પહોંચ્યો છું તે માટે આ વિસ્તારના લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે માટે હું તેમનો આભારી છું. શ્રી શાહએ કહ્યું કે ગાંધીનગર બેઠક પર લોકસભામાં પ્રતિનિધિત્વ કરું એ મારા માટે ગૌરવની બેઠક છે.

આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી કરી ચૂક્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે સ્વયં નરેન્દ્ર મોદી આ બેઠકના મતદાતા છે.  તેઓએ કહ્યું કે 2036માં ગુજરાતમાં ઓલ્મ્પિીક રમાવાની છે અને તેના કારણે ગાંધીનગરને સૌથી વિકસીત લોકસભા ક્ષેત્ર તરીકેનું બહુમાન પણ મળશે. 

ગુજરાતમાં રસપ્રદ બનેલી લોકસભા ચૂંટણીમાં આજે ઉમેદવારીના અંતિમ દિવસે ભાજપના બે દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગાંધીનગર લોકસભા બેઠક અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી.

ગઇકાલે આ બંને નેતાઓએ પોતાના મત વિસ્તારમાં જબ્બરા રોડ શો યોજ્યા હતા અને આજે ગાંધીનગર જિલ્લા કલેક્ટર સમક્ષ ગૃહ મંત્રી અમિત શાહએ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રી મંડળના સભ્યો અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

બીજી તરફ નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ આજે વિજય મુહુર્તમાં તેમની ઉમેદવારી નોંધાવી છે તે સમયે રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ પટેલ ઉપરાંત સુરત જિલ્લાના ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ હાજર હતા.

આજે આ ઉપરાંત રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી, જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, મહેસાણા લોકસભા બેઠક પર રામજી ઠાકોરએ પણ ઉમેદવારી નોંધાવતા રાજ્યમાં હવે ઉમેદવારીનો તબકકો પુરો થયો છે અને આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ તા.21 અને 22ના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે અને તા.22ને સાંજે સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

►ગઇકાલે મુહુર્ત ચૂકી ગયેલા સી.આર. પાટિલએ આજે 12.39ના વિજય ચોઘડીયામાં ફોર્મ ભર્યું
કોંગ્રેસના ઉમેદવાર પણ ફોર્મ ભરવા પહોંચ્યા: પાટિલની નજીક જઇને કાનમાં કાંઇક કહ્યું: બંને હસ્યા

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ નવસારી લોકસભા બેઠક પર ફરી એક વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે તેઓનો રોડ શોમાં સમય જતાં પોતે ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા અને આજે તેમણે વિજય મુર્હુતમાં ફોર્મ ભરીને ફરી એક વખત નવસારીના સાંસદ બનવા માટેની સ્પર્ધામાં ઝુકાવ્યું છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે શ્રી નૈષેદ દેસાઇ છે અને આજે તેઓ પણ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીના પરિસરમાં બંને હરિફો વચ્ચે બે મીનીટની મુલાકાત થઇ હતી તે સમયે શ્રી દેસાઇએ પાટિલની નજીક જઇને કાનમાં કાંઇક કહ્યું હતું બાદમાં પાટિલ હસ્યા હતા અને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતાં. સી.આર. પાટિલે 2019માં દેશમાં સૌથી વધુ મતે બેઠક જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj