રાજકોટમાં વિવિધ જૈન સંઘોમાં શાસન પ્રભાવના ફેલાવીને

જૈનાચાર્ય શ્રી અજીતયશસૂરીજીમ. આદિ ઠાણાનો અમદાવાદ તરફ વિહાર: તા.14મીના મણીલક્ષ્મી તીર્થમાં ઉપધાન તપનું આયોજન

Local | Rajkot | 27 April, 2024 | 04:48 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.27
પ્રભાવી જૈનાચાર્ય પ્રખર વિદ્વાન પ.પૂ.આ.ભ. શ્રી અજિતયશસૂરીધરજી મહારાજા તથા પ્રવચનકાર પૂ. આ.શ્રી સંસ્કારયશ સૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ શ્રમણ-શ્રમણી ગણના સાંનિધ્યમાં રાજકોટના મણિયાર જૈન સંઘ તથા વિવિધ જૈન સંઘોમાં ભવ્ય રીતે નવપદની શાશ્વતી ઓળી સંપન્ન થઇ.
પ્રભાવક તથા નમસ્કાર મહામંત્રના વિશિષ્ટ સાધક, મનીષી મહાત્મા અજિતયશ સૂરીશ્વરજી તથા પ્રખર વિદ્વાન આચાર્ય સંસ્કારયશ સૂરીશ્વરજી મ.સા.ના અરિહંતપદ, સિયધ પદ વિગેરે નવેનવ પદો ઉપરની તાત્વિક છતાં ખૂબ જ રોચક, પ્રેરક પ્રવચનધારાઓ રાજકોટના જૈનોનું હૃદય પરિવર્તન કર્યું હતું. પૂ. પ્રતિદિનના પ્રવચનો તથા સાંજની સંધ્યા ભક્તિમાં રાજકોટની ભાવુક જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. 

મુળ આફ્રિકા દેશના એડનમાં જન્મેલા તથા ત્યારબાદ માત્ર સાડા નવ વર્ષની નાની વયમાં દિક્ષા ગ્રહણ કરનારા આચાર્ય અજિતયશ સૂરીશ્વરજી ની નિર્મલ પુણ્ય પ્રતિભાથી તથા નિખાલસ સહૃદયતાથી સૌના અંતરને પૂજ્યશ્રીના વ્યકિતત્વનો પાવન સ્પર્શ થયો હતો.

રાજકોટના વિવિધ સંઘોમાં પોતાના નિશ્રામાં સાધ્વીજી ભગવંતોને ઓળીની આરાધના કરવા આપનારા પૂ.ના શ્રમણી ભગવંતોએ પણ વિવિધ સંઘોમાં આરાધના તથા વ્યાખ્યાનોથી ધર્મરંગે સૌને રંગી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટના સંઘોએ પૂ.શ્રીને વિશાળ પરિવાર સાથે આગામી વર્ષોમાં માતુર્માસ કરવા માટેની ભાવુકતા ભર્યા હૈયે વિનંતિ કરી હતી.
હાલમાં પૂજ્ય આચાર્યશ્રી પોતાના સમુદાય સાથે રાજકોટથી વિહાર કરી મણિલક્ષ્મી તીર્થના ભવ્ય ઉપધાનતપના અઢારીયા કરવા માટે પધારશે. તા.14મીએ શરૂ થનારા આ વેકેશન અઢારીયામાં પણ અનેક યુવાનો યુવતીઓ જોડાઇને પોતાના જીવનનો એક નવો જ આનંદ તથા અનુભવ માણશે. ત્યારબાદ આચાર્ય અમદાવાદ પધારશે જ્યાં તેઓનું સાબરમતી-રામનગર મુકામે આગામી ચાતુર્માસ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj