રાજકોટ તા.19
ભગવતીપરામાં ઘરમાં માતાજીના મઢમાં ઘુસી યુવક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર છેલ્લા છ મહિનાથી ફરાર જાવેદ સોઢાને બી ડીવીઝન પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે ભગવતીપરામાં વિજયવન સોસાયટીમાં રહેતા કેવલ શૈલેષ પીપળીયા (ઉ.30)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે આદીલ હનીફ સોઢા, શાહરૂક હનીફ સોઢા, જાવેદ હનીફ સોઢા, મહમદ સીદીક ધડકાઈ, રૂહાન આદીલ સોઢા, રેશ્મા જાવેદ સોઢા, અક્ષા ધડકાઈ અને શબાના ઉર્ફે ડાડણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે તે પોતાના ઘરે ઉપરના માળે હતો ત્યારે ઘરનો દરવાજો જોરથી બંધ થવાનો અવાજ આવેલ અને બહારથી દરવાજા પર કોઈ હથીયારો વડે માર મારવાનો તથા ગાળો બોલવાનો અવાજ આવતા જેથી તેઓએ જોતા દરવાજો તુટી ગયેલ અને આરોપીઓએ ઘુસી કહેલ કે તારી પીતરાઈ બહેન છત પર ચડી અમારી છત પર કેમ જોવે છે તેમ કહી ઝપાઝપી કરવા લાગેલ.
બાદમાં છરી સાથે શાહરૂક સોઢા, જાવેદ સોઢા અને આદીલ સોઢા તલવાર સાથે તેમજ મહમદ ધડકાઈ અને રૂહાન આદીલ ધોકા પાઈપ સાથે ઘરમાં ઘુસી આજે તો તને પતાવી જ નાખવો છે કહી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ હુમલાખોરો તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ઘરની બહાર લઈ ગયેલ અને શેરીમાં આરોપીઓએ ભેગા મળી હથીયારો વડે અને ઢીકાપાટુનો ઢોર માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો દરમ્યાન તેમને બચાવવા આવેલ તેમની માતા અને બહેનને પણ આરોપીઓએ માર માર્યો હતો.બનાવ અંગે બી ડીવીઝન પોલીસ મથકે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો
જે ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર જાવીદ હનીફ સોઢા (ઉ.29) રહે. ભગવતીપરા શેરી નં.9ને પીઆઈ એસ.એન. જાડેજાએ દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં અગાઉ શાહરૂક હનીફ સોઢા, મહમદ સીદીક ધડકાઈ, રૂહાન આદીક સોઢા, રેશ્મા જાવેદ સોઢા, અક્ષા સીદીક ધડકાઈ, અને શબાના ઉર્ફે ડાડણની ધરપકડ કરી છે. જયારે મુખ્ય સુત્રધાર આદીલ હનીફ સોઢા હજુ પોલીસ પકડથી દુર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy