જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા તુવેર, અડદ, તલ સહિતનાં બિયારણોની ઓનલાઇન નોંધણી

Local | Junagadh | 02 May, 2024 | 10:49 AM
સાંજ સમાચાર

 જૂનાગઢ, તા.2 
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી ખરીફ-2024 ઋતુમાં વાવેતર માટે તુવેરમાં „ GJP-1, અડદમાં GU-2 નું સર્ટીફાઈડ/ટ્રુથફૂલ તથા તલમાં GT-6, દિવેલામાં GCH-9 જાતનું ટુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી  જૂ.કૃ.યુ.ની વેબસાઈટ WWW.JAU.IN ઉપર તા.09-05-2024 થી તા.18-05-2024 સુધી કરવાની રહેશે.
 ખેડૂતમિત્રોએ કોઈ પણ પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ  અંગેની જખજ થી જાણ કરવામાં આવશે. બિયારણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ), કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતે લેવા આવવું પડશે. 

મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં તેમણે પસંદ કરેલ તુવેર, અડદ અને દિવેલાની જાતનું બિયારણ તે જાતનો જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી અરજી દીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં તુવેર અને અડદમાં 20 બેગ (40 કિ.ગ્રા.), તથા તલમાં 5 બેગ (5 કિ.ગ્રા) અને   દિવેલામાં 5 બેગ (10 કિ.ગ્રા) સુધી મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂ.કૃ.યુ.ની વેબસાઈટ WWW.JAU.IN પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના ફોન નંબર 0285-2672080-90 પીબીએક્ષ 450 થી સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj