જુનાગઢ, તા.26
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કોલેજોમાં કેમ્પસ બ્રાન્ડ એમ્બેસેડર એવા ફર્સ્ટ ટાઈમ વોટર સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પ્રક્રિયા પાછળ તંત્ર દ્વારા ઉઠાવતી જહેમત અને લોકશાહીમાં મતના મહત્વ વિશે આ યુવા મતદારો સાથે સાર્થક ચર્ચા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સાથેના સંવાદમાં પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા ઉત્સાહથી ભરપૂર યુવા મતદાતાઓ તા.7મી મે અચૂક મતદાન કરવાની સાથે પોતાના પરિવારજનો, મિત્રો સહિત અન્ય મતદાતાઓને મતદાન કરાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. ફર્સ્ટ ટાઈમ વોટર યુવાઓએ પ્રતિભાવ આપતા પ્રથમ વખત મત આપવા ખૂબ ઉત્સાહિત હોવાનું જણાવ્યું હતું. એક મતથી પણ ફેર પડે છે, તેમાં બેમત નથી. તેવો પણ આ કાર્યક્રમમાં સૂર વ્યક્ત થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy