જુનાગઢમાં વોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન વિશે અભદ્ર પોસ્ટ મુકનાર શખ્સ ઝડપાયો: રિમાન્ડ

Local | Junagadh | 26 April, 2024 | 01:54 PM
પોસ્ટ અપલોડ કર્યા બાદ ડીલીટ કર્યાની કબુલાત આપી
સાંજ સમાચાર

જુનાગઢ તા.26
 જુનાગઢમાં આઈ લવ જુનાગઢ મારા હૈયે જુનાગઢનું હિત વોટ્સએપ ગ્રુપમાં એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બિભત્સ શબ્દ પ્રયોગ સાથે પોષ્ટ મુકી હતી. જે એસઓજીને ધ્યાને આવતા આ શખ્સને પકડી તેની પુછપરછ કરતા તેણે પોષ્ટ કર્યાની બાદમાં ડીલીટ કર્યાની કબુલાત આપી હતી. જેનો એ ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધી એક દિવસના રિમાન્ડ પર લેવાયો છે.
 

લોકસભા પેટા ધારાસભાની ચૂંટણીના અનુસંધાને જુનાગઢ એસઓજી સોશ્યલ મીડીયા પર બાજ નજર રાખી રહી છે. આઈ લવ જુનાગઢનું હીત નામના વોટ્સએપ પર દાતાર રોડ પર રહેતો હૈદર ઈકબાલ કુરેશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર પોસ્ટ અપમાનજનક મુકી હતી. આ પોષ્ટ ડીલીટ કરે તે પહેલા એસઓજીએ હૈદર ઈકબાલ કુરેશીને દબોચી લઈ પુછપરછમાં આ પોષ્ટ તેમણે તા.23-4ના ચાર વાગ્યે મુકી હતી બાદ ડીલીટ કરી નાખી હતી. આ શખ્સે તા.22-4ના વોરા સમાજ વિશે મુકયાનું સામે આવ્યું હતું. પોલીસે તેનો મોબાઈલ કબ્જે કરી તેને કોર્ટમાં રજુ કરી એક દિવસના રીમાન્ડ પર લીધો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj