જૂનાગઢ,તા. 7 યુવાનો દેશનું ભવિષ્ય છે. લોકશાહીના મહાપર્વમાં પ્રથમવાર સહભાગી થનારા યુવાનોમાં મતદાન જાગૃતી માટે ચૂંટણી તંત્ર દ્વારા વિષેશ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે જૂનાગઢ જિલ્લાના ફર્સ્ટ ટાઇમ વોટર યુવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. પોતાના પ્રથમ મતદાન અંગે અનુભવ વર્ણવતા યુવાનોએ લોકશાહીને મજબૂત કરવાની પ્રતબધ્ધતા વ્યક્ત કરી હતી.
ફર્સ્ટ ટાઇમ વોટર પુજા ગોંડલિયા એ જણાવ્યું હતું કે આજે મેં લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કર્યું છે. જે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કિશોર એકેડેમી ખાતે તૈયાર કરાયેલ સખી મતદાન મથકમાં પ્રથમ વખત મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અહીં મતદાન સાથે જોડાયેલ દરેક સ્ટાફ મહિલા છે. જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy