જુનાગઢના સોશ્યલ મીડિયા ઇન્ફલુએન્સર લોકશાહીના પર્વમાં નવા રંગ ઉમેરશે

Local | Junagadh | 25 April, 2024 | 12:24 PM
ડિજીટલ કોન્ટેન્ટ બનાવી લોકોને મતદાન અંગે પ્રેરિત કરશે
સાંજ સમાચાર

જુનાગઢ, તા.25
સોશિયલ મીડિયાનો જનમાનસ પર એક આગવો પ્રભાવ છે, ત્યારે ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટ કરતા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ખાસ કરીને લોકશાહીની સાર્થકતા અને મજબૂતી માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે વિશદ ચર્ચા કરી હતી.

કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ મતદાન જાગૃતિ માટેની ઝુંબેશમાં સહયોગ આપવા ઉત્સાહભેર તૈયારી દર્શાવી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ડિજિટલ કોન્ટેક્ટ બનાવી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરશે. આમ, જૂનાગઢના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મતદાન જાગૃતિ અર્થેનું કોન્ટેન્ટ બનાવી લોકશાહીના મહાપર્વમાં નવા ’રંગ’ ઉમેરશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ઉત્સાહથી ભરેલા યુવાઓ દેશનું ભવિષ્ય છે, ત્યારે યુવાઓ સહિત દરેક મતદાતા મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે ખૂબ જરૂરી છે. તેમણે પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇવીએમ ટટઙઅઝ દ્વારા પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે છે. રાજકીય પક્ષોની હાજરીમાં રેન્ડેમાઈઝેશન કરવામાં આવે છે. આ રેન્ડેમાઈઝેશન સહિતની પ્રક્રિયાઓની વિડીયોગ્રાફી કરવામાં આવે છે, યોગ્ય રીતે મત થાય છે તે માટે મોકપોલ કરવામાં આવે છે. કુલ મતદાન મથકોના 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ કરવામાં આવે છે. 

ડેપ્યુટી કમિશનર ઝાપડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને આવકારતા આ બેઠકની વિસ્તારપૂર્વક ભૂમિકા બાંધી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી સ્વીપના નોડલ લતાબેન ઉપાધ્યાય, સોશિયલ મીડિયાના નોડલ ઓફિસર ભુવનેશ્ર્વર બુડગયા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વિપુલ ઘુંચલા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત રહ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj