ધોરાજીમાં ખેડૂતની થેલીમાંથી રોકડ એક લાખની ચોરી કરનાર કડિયાસાસીની મહિલા ગેંગ ઝડપાઈ

Crime | Dhoraji | 20 April, 2024 | 11:33 AM
બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા ઉભેલા ખેડૂતનું ધ્યાન ચૂકવી બે મહિલા નાસી છૂટી ’તી: જૂનાગઢ રેલ્વે સ્ટેશન પરથી મધ્યપ્રદેશ નાસી છૂટે તે પહેલાં જ ધોરાજી પોલીસે પાંચ મહિલાને પકડી મુદ્દામાલ કબ્જે કર્યો
સાંજ સમાચાર

(સાગર સોલંકી, ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી. તા.20 
ધોરાજીમાં ખેડૂતની થેલીમાંથી રોકડ એક લાખની ચોરી કરનાર કડિયાસાસીની મહિલા ગેંગને જૂનાગઢ રેલ્વે સ્ટેશન પરથી મધ્યપ્રદેશ નાસી છૂટે તે પહેલાં જ ધોરાજી પોલીસે પકડી પાંચ મહિલા પાસેથી રોકડ રૂ.1 લાખ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બનાવ અંગે ધોરાજીમાં નાની પરબડી ગામે રામજી મંદિર પાસે રહેતાં દિનેશભાઇ ગોરધનભાઈ કોટડિયા (ઉ.વ.52) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. ગઇ તા.18/04/2024 ના સવારના સાડા નવેક વાગ્યાની આસ-પાસ ખેતીના ધીરાણની ફેર બદલી માટે બેંક ઓફ બરોડા ધોરાજી શાખામાં પૈસા ઉપાડવા આવેલ ધોરાજી સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામાં મારુ બેંક એકાઉન્ટ હોય જેથી  ચેક દ્રારા એકાઉન્ટમાં રૂ.1 લાખ ખેતીના ધિરાણની ફેરબદલી અર્થે ઉપાડેલ ત્યારબાદ બેંક પાસબુક પ્રિન્ટ માટે લાઈનમાં ઉભા રહેલ અને ત્યારબાદ પાસબુક પ્રિન્ટ થઇ જતા મારી થેલીમાં જોતા થેલીમાં કોઈએ ચેકો મારી તેમાં રહેલ રોકડ રૂ.1 લાખ કોઈએ કાઢી લીધેલ ત્યારબાદ ત્યાં આસપાસ તપાસ કરતા રોકડ રકમ મળેલ નહિં.

જેથી બેંકના મેનેજરને બનાવની વાત કરતા બેંકના સીસીટીવી ફુટેજ ચેક કરતા જેમાં પાસબુક પ્રિન્ટ માટે તેઓ લાઈનમાં ઉભેલ હોય ત્યારે તેમની પાછળ ઊભેલ બે અજાણી મહિલાઓએ થેલીમાંથી કાઈક કાઢતી હોય એવુ દેખાય આવેલ જેથી થેલીમાં રહેલ રોકડ રકમ રૂ.1 લાખ કોઇ બે અજાણી મહિલાઓ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. 

બનાવ અંગેની ફરીયાદ પરથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ બનાવમાં સંડોવાયેલ અજાણી મહિલા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવાની સુચનાના આધારે ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ આર.જે.ગોધમની રાહબરીમાં પીએસઆઈ પી.કે.ગોહિલ અને ટીમે જુનાગઢ સીટી પોલીસ મથકની મદદથી બેંક ઓફ બરોડા ધોરાજીથી લઇ જુનાગઢ ભવનાથ વિસ્તાર અને હોટેલ ગેસ્ટ હાઉસ ચેક કરતા  ચોરીની ઘટનાને અંજામ આપી મધ્યપ્રદેશની મહિલા ગેંગ ચોરીના રૂપીયાની ભાગબટાઈ કરી જુનાગઢથી મધ્યપ્રદેશ ફરાર થવાની તૈયારીમાં જુનાગઢ રેલ્વે સ્ટેશન પર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ રેલવે પોલીસને સાથે રાખી મહિલા આરોપીઓને રોકડ રૂ.1 લાખ, મોબાઇલ ફોન 03 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ધોરાજી સીટી પોલીસ મથકના પીઆઈ આર.જે.ગોધમની રાહબરીમાં પીએસઆઈ પી.કે.ગોહિલ, એસ.એચ.ગઢવી, પી.કે.વારોતરીયા, હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ ગોહેલ, ભાવેશભાઈ મકવાણા કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, લાખુભા રાઠોડ, યોગેશભાઇ બાલાસરા, મીરાબેન ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરેલ હતી. 

 

પકડાયેલ મહિલા આરોપીઓ 
રાધિકા ચેતન સીસોદિયા (ઉ.વ.24), મમતા આશિષ સીસોદીયા (ઉ.વ.30), માલતી ધર્મેન્દ્રસિંહ સીસોદીયા (ઉ.વ.-35), અનુરાધા પ્રદીપ સીસોદીયા (ઉ.વ.34), સ્વેતા માધવસીંગ સીસોદિયા (ઉ.વ.30), (રહે. તમામ કડિયાસાસી,રાજગઢ, મધ્યપ્રદેશ) 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj