માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે 17 લાખની છેતરપીંડી આચરનાર કનુ પટેલ ઝડપાયો

Crime | Rajkot | 24 April, 2024 | 05:03 PM
છ વર્ષથી ફરાર મૂળ પાટણના શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો
સાંજ સમાચાર

રાજકોટ.તા.24
માર્કેટિંગ યાર્ડના વેપારી સાથે 17 લાખની છેતરપીંડી આચરનાર છ વર્ષથી ફરાર મૂળ પાટણના કનુ પટેલને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  શહેરમાં શરીર સબંધી તેમજ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા માટે અને અનડીટેક્ટ ગુનાઓ ડિટેકટ કરી આગામી લોકસભા ચૂંટણી અન્વયે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ ડી.સી. સાકરીયા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઇ રણજીતસિંહ પઢીયાર, પો.હેડ.કોન્સ.હરદેવસિંહ રાઠોડ, સંજયભાઈ દાફડા, વિજયરાજસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળી હતી કે, કુવાડવા પોલીસ મથકમાં વર્ષ 2018 માં જીરા અને ચણાની રૂ.17.66 લાખની ખરીદી કરી માલ બરોબર વેંચી નાંખી પૈસા ન ચૂકવી છેતરપીંડી કરનાર કનુ ડાયાભાઇ પટેલ (ઉ.વ.54,રહે-મોરબી પીપળી રોડ, કારખાનામા)ને ઝડપી પાડી કુવાડવા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj