સુરેન્દ્રનગરમાં મોટી શાકમાર્કેટ પાસે કેસરી ગુંદી જોવા મળી

Local | Surendaranagar | 08 May, 2024 | 01:24 PM
વગડામાં મોટા ઝાડ હોય છે અને ઝાડ ઉપર આ પ્રકારની બુંદીનો પાક ઉનાળાની આખરી ગરમીમાં થતો હોય છે
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 8
દરેક સિઝનમાં અને દરેક ઋતુમાં અવનવા ફળો કુદરતી રીતે તેનું નિર્માણ થતું હોય છે અને સૃષ્ટિ ઉપર રહેલા માનવ જીવન ઉપર અનેક પ્રકારની શરીરમાં અસર કરતું અને આરોગ્યપ્રદ ફ્રુટ દર સીઝનોમાં જોવા મળતા હોય છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની મોટી માર્કેટમાં લગભગ જોવા મળે છે એવી ઝીણી ઝીણી અને કેસરી રંગની ગુંદી જોવા મળી ત્યારે આ ગુંદી સામાન્ય રીતે ક્યારેક જ માર્કેટમાં જોવા મળતી હોય છે અને આ ગુંદી વનવગડામાં મોટા મોટા વૃક્ષો હોય છે તેના ઉપર મોટી માત્રામાં તેનો પાક કુદરતી રીતે થતો હોય છે જેમ કે જાંબુડા ચોમાસામાં થાય છે 

એમ આ રીતે ઉનાળામાં બુંદીનો પાક થતો હોય છે અને ગુંદી એકદમ ઝીણા પ્રકારની અને અંદર બી અને ચીકણા પ્રકારનો પદાર્થ અંદરથી જોવા મળતો હોય છે.
આ ઉનાળાની સિઝનમાં ખાવાથી ગરમીમાં અને શરીરમાં જરૂરિયાત પૂરી પાડી અને વિટામિનો પૂરા પાડતી ઓની આ ગુંદી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આ પ્રકારની  ગુંદીની આખી લારી જોવા મળી ત્યારે લારીમાં પૂછપરછ કરવામાં આવતા આ ગુંદી રૂપિયા 200 ના કિલોના ભાવે વેચાય છે અને માર્કેટમાં નવા જ પ્રકારનું ફ્રુટ જોવા મળતા લોકોમાં પણ અચરજ જોવા મળ્યું હતું અને લોકો સામાન્ય રીતે 50ની અઢીસો ખરીદતા પણ જોવા મળ્યા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj