રાજકોટ, તા.25
લોધિકાનાં ખાભાાં ગામની સીમમાં અજાણ્યા યુવાનની હત્યા કરી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. જેમાં તપાસમાં ગુનાનો ભેદ ઉકેલાયો છે. મૃતક અને આરોપી શાપરમાં મળ્યા બાદ દારૂ-મટનની મહેફીલમાં ઝઘડો થયો હતો. હત્યારાએ છરીના ધા ઝીંક મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. પોલીસે એમપી પંથકના ગેંડાલાલને ઝડપી લીધો છે.
ખાંભા ગામની સીમમાં ખાંભેશ્વર ઇન્ડ વિસ્તારમાં ગુજરાત પોલીમર્સ નામનાં કારખાના નજીક રોડ પરથી અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહ પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તપાસમાં મૃતક યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ શાપરમાં રહેતો અને ત્યાં જ કારખાનામાં મજૂરી કામ કરતો અરુણકુમાર દ્વારિકાપ્રસાદ હોવાનું ખૂલ્યું હતું અને બનાવના દિવસે મૃતક અને હત્યા કરનાર ગેંડાલાલ નામનો શખસ હોવાનું ખૂલતા પોલીસે મૂળ એમપી જિલ્લાના ગેંડાલાલ ઇન્દરસિંગ દાવર નામના શખસને ઝડપી લીધો છે.
પૂછપરછમાં ગેંડાલાલે કબુલાત આપી કે,બનાવના દિવસે મૃતક અને પોતે શાપરમાં દેશી દારૂ લેવા ભેગા થયા હતા. વાતચીત થયા પછી મહેફિલનું નક્કી થયું. દારૂ-મટનની ખરીદી કરી ગેંડાલાલે ખાંભા ગામે વાડી વાવવા રાખી હોય ત્યાં બંને પહોંચ્યા હતા. દારૂની મહેફિલ દરમિયાન મૃતક અરુણ ગેંડાલાલને નશામાં અપશબ્દો કહેવા લાગ્યો. જેથી ઝઘડો થયો. ઉશ્કેરાયેલા ગેંડાલાલે છરીના ઘા ઝીંકી અરુણની હત્યા કરી. લાશ અવવારું સ્થળે ફેંકી દઈ ફરાર થઈ ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy