બનાવની તપાસ આઇપીએસ આયુષ જૈનને સોંપવામાં આવી, હિતેશ કોરાટની વાડીની ઓરડીમાં ઘટના બન્યાનું અનુમાન : ભાગમાં અહીં ખેતી કરતા જગદીશભાઈ સખીયાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો

ખાંભા હત્યા કેસ: યુવાનનું વાડીની ઓરડીમાં ખૂન થયું, લાશ ઢસડીને રોડ પર નાખી દીધેલી

Crime | Rajkot | 24 April, 2024 | 12:08 PM
અજાણ્યા મૃતકના વાલી વારસ શોધવા લોધિકા પોલીસ, રાજકોટ રૂરલ એલસીબી, એસઓજીની દોડધામ : મૃતક અંગે કોઈને માહિતી હોય તો જાણ કરવા અનુરોધ
સાંજ સમાચાર

રાજકોટ, તા.24
ખાંભા હત્યા કેસમાં અજાણ્યા યુવાનનું વાડીની ઓરડીમાં  ખૂન થયું હતું અને લાશ ઢસડીને રોડ પર નાખી દીધેલી હોવાનું તપાસમાં ખુલ્યું છે. અજાણ્યા મૃતકના વાલી વારસ શોધવા લોધિકા પોલીસ, રાજકોટ રૂરલ એલસીબી, એસઓજીની ટીમોએ દોડધામ શરૂ કરી છે. મૃતક અંગે કોઈને માહિતી હોય તો જાણ કરવા અનુરોધ કરાયો છે. હિતેશ કોરાટની વાડીની ઓરડીમાં ઘટના બન્યાનું અનુમાન છે. અહીં ભાગમાં ખેતી કરતા જગદીશભાઈ સખીયાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે. બનાવની તપાસ આઇપીએસ આયુષ જૈનને સોંપવામાં આવી છે.

ફરિયાદી જગદીશભાઈ લવાભાઈ  ખીયા (ઉ.વ.55)એ જણાવ્યું કે, લોધિકા તાલુકાના ખાંભા ગામની સીમમાં મારે 30 વિઘા જમીન છે. સાથે ત્યાં નજીકમાં આવેલ હીતેષભાઈ ધીરુભાઇ કોરાટની 10 વિઘા જમીન પાઘડીએ વાવવા રાખી છે. જે બંને ખેતરમાં બહારના મજુરો દ્વારા ખેતીકામ કરી મારૂ તથા પરિવારનું ગુજરાન ચલાવું છું. તા.22/4/2024 ના રોજ હું સવારના વાવડી ગામે સપ્તાહમાં ગયેલ હતો. બપોર બાદ મારા મામાના દીકરાના લગ્ન પ્રસંગે રાજકોટ ગયેલ હતો. ત્યા પ્રસંગ પુરો થઇ જતા હું રાત્રીના નવેક વાગ્યાના વખતે પાછો ખાંભા ગામે ઘરે આવતો રહેલ હતો. ઘરે આરામ કરતો હતો ત્યારે રાત્રીના 11 વાગ્યાના સમયે અમારા ગામના જયદીપસિંહ વનરાજસિંહ જાડેજાનો ફોન આવેલ અને વાત કરેલ કે તમે ખાંભેશ્વર ઇન્ડસ્ટ્રીઝ પાસે આવેલ હિતેષભાઈ ધીરુભાઈ કોરાટની જમીન વાવવા માટે રાખેલ છે, ત્યાં સીમેન્ટ રોડ પર તમારી વાડીના મકાનમાંથી ઢસડીને બહાર સિમેન્ટ રોડ ઉપર કોઈ અજાણ્યા પુરુષની લાશ લોહીલુહાણ હાલતમાં પડેલ છે.

હું તુરંત જ ત્યા વાડીએ જતા, ગામના સરપંચ હિતેશભાઈ જેઠાભાઈ સાગઠીયા તથા જયદીપસિંહ હાજર હતા. તેઓએ વાત કરેલ કે, આપણા ગામના રાજેન્દ્રસિંહ અર્જુનસિંહ જાડેજા કે જેઓ અહીંથી નીકળેલ ત્યારે આ લાશ અહીં પડી હોવાનું જોતા રાજેન્દ્રસિંહે સરપંચને જાણ કરેલ હતી. મેં જોયું તો કોઈ આશરે 32 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ લોહીલુહાણ હાલતમાં સીમેન્ટ રોડ પર પડેલ હતો.

સરપંચે લોધિકા પોલીસ સ્ટેશને જાણ કરેલ હતી. થોડી વારે પોલીસ સ્ટાફ આવી જતા, લાઇટના અંજવાળે જોતા આ લાશ મેં વાવવા રાખેલ વાડીના મકાનની પુર્વે તરફ આવેલ સીમેન્ટ રોડ ઉપર પડેલ હતી. લાશને જોતા ગળાના ભાગે તથા કપાળના ભાગે તથા પેટના ભાગે કોઇ અજાણ્યા શખ્સે તીક્ષણ હથીયાર વડે ગંભીર ઈજાઓ કરેલ હતી. લાશ મેં વાવવા રાખેલ વાડીના મકાનની બે ઓરડીઓ પૈકી જમણી બાજુની ઓરડીમાં માર મારી ત્યાંથી ઢસડી આ સિમેન્ટ રોડ પ2 નાખી દીધેલ હતી. જેથી આ લાશ પડેલ હોય ત્યાંથી ઓરડી સુધી જોતા લાશ ઢસડેલના નિશાનો જોવામાં આવેલ.

જેથી મરણજનાર અજાણ્યો પુરૂષ ઉ.વ. આશરે 32 વર્ષ વાળાને કોઇ અજાણ્યા શખ્સે ગળાના ભાગે તથા કપાળના ભાગે તથા પેટના ભાગે તથા પેટના ડાબી બાજુના ભાગે કોઈપણ તીક્ષ્ણ હથીયાર વડે કોઇ કારણોસર ગંભીર ઇજા કરી મોત નીપજાવી વાડીના મકાનથી બહાર સિમેન્ટ રોડ સુધી ઢસડી નાખી દીધેલ હતી. જેથી આ અજાણ્યા આરોપી તથા તપાસમાં ખુલે તેની સામે ધોરણસર થવા મેં ફરીયાદ કરી હતી. બનાવના પગલે પ્રોબેશનમાં રહેલ આઇપીએસ અધિકારી આયુષ જૈન અને લોધિકા પોલીસના પીએસઆઇ કે.વી. પરમાર દોડી ગયા હતા. આ તરફ રાજકોટ રૂરલ એલસીબી, એસઓજી વગેરે ટીમોએ પણ મૃતકની ઓળખ કરવા અને આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

♦ મૃતકના કપાળમાં ‘રામ’ ટ્રોફાવેલ છે

લોધિકા પોલીસ મથકે આઇપીસી કલમ 302 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધાયો છે. જેમ મરણજનાર અજાણ્યો પુરૂષ (ઉ.વ.આશરે 32) ખાંભેશ્વર ઇન્ડસ્ટ્રીઝના સિમેન્ટ રસ્તે હીતેશભાઇ ધીરુભાઇ કોરાટની વાડી સામે રોડ પર ઇજાથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ છે. જે મૃતકે શરીરે આછા ગુલાબી કલરનો શર્ટ તથા નીચે કાળા કલરનું અંગ્રેજીમાં નાઈક લખેલ નાઇટ ટ્રેક પેન્ટ પેહેરેલ છે.

આ અજાણ્યા પુરૂષના માથા પર કપાળના ભાગે ગુજરાતીમાં રામ તથા જમણા હાથમાં બાજુ ઉપર ટેટુ તેમજ તેની નીચે હિન્દીમાં નરશીમા ત્રોફાવેલ છે. જેને ગળાના ભાગે તથા કપાળના ભાગે પેટના ભાગે તથા પેટના ડાબી બાજુના ભાગે કોઇપણ તીક્ષ્ણ હથીયાર વડે ઇજા કરી મોત નીપજાવેલ છે. અજાણ્યા પુરૂષની ઉમર આશરે 32 વર્ષની છે. ઉપરોક્ત ફોટા વાળા મૃતકના કોઇ વાલી વારસ મળી આવેલ ન હોય, જે લાશના કોઇ વાલી વારસ મળી આવે તો અથવા તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો તે વ્યક્તિ પોલીસ સ્ટેશન ના મો.નં.6359625720 અથવા ટેલીફોન નં.02827244226ઉપર સંપર્ક કરે.

♦ ખાંભા હત્યા કેસ: યુવાનનું વાડીની ઓરડીમાં 
ખૂન થયું, લાશ ઢસડીને રોડ પર નાખી દીધેલી

લોધિકાના ખાંભામાં બનાવ બનતા જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડે મૃતકની ઓળખ કરવા અને આરોપીને ઝડપથી પકડી હત્યાનો ભેદ ઉકેલવા સૂચના આપી હોય, રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ. સી. ગોહિલ તેની ટીમ સાથે તપાસમાં હતા. સૂત્રોએ જણાવ્યા મુજબ, ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. હત્યાના તાર શાપર પહોંચ્યા છે. શકમંદને દબોચી લેવાયો છે. બીજાની શોધખોળ થઈ રહી છે. આ તરફ મૃતક ઉત્તરપ્રદેશનો હોવાનું અનુમાન છે. તેની ખાતરી કરવા ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરાયો છે. એલસીબી સાંજ સુધીમાં ગુનાનો ભેદ ઉકેલી નાખે તેવી શકયતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj