ધોરાજી તા.17 મોટી પરબડી ગામે લેઉઆ પટેલ બાબરીયા પરીવાર દ્વારા હવન યોજાયો હતો જેમાં વિશાળ સંખ્યામાં પરીવારજનોએ હાજર રહી પુજા અર્ચના અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ મુઠ્ઠી ઉચેરા માનવી અને દાતા સ્વ. વસંતભાઈ બાબરીયાના ધર્મપત્નીને માતાજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. મોટી પરબડી ગામે આવેલ લેઉઆ પટેલ બાબરીયા પરીવારના કુળદેવી આઈશ્રી ખોડીયાર માતાજીનો હવન યોજાયો હતો. આ પ્રસંગે વહેલી સવારે માતાજીના ઢોલ નગારા અને બેન્ડવાજા સાથે શણગારેલા ગાડામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ તકે દેશ વિદેશથી પરીવારજનોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. આ તકે સેવાભાવી અને દાતા સ્વ. વસંતભાઈ બાબરીયાની સેવાઓને બીરદાવી સ્વ. વસંતભાઈ બાબરીયાના પત્નીને માતાજીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી. આ તકે અભ્યાસમાં બેસ્ટ દેખાવ કરનારા તેજસ્વી તારલાઓને સમાજશ્રેષ્ઠીઓ દ્વારા સન્માનીત કરાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy