રાજકોટ તા.4
અહિયાં ક્રિકેટ રમવું નહિ કહી બાળકને ફડાકો મારતાં બાળકના પિતા સમજવવા ગયા હતાં ત્યારે તેના સગાભાઈ સહીત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ ધારી તાલુકાના દલખાણીયામાં રહેતાં હકાભાઈ ભુરાભાઈ વાઘેલા (ઉ.વ.50) નામનાં યુવક પર તેનાજ સગાભાઈ અને ભાઈના દીકરા તથા ભાઈના સસરાએ પાઈપ વડે હૂમલો કર્યો હતો. હાલ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હકાભાઈનો પુત્ર દાદુ ગત તા.1 મે ના રોજ સાંજના સમયે પોતાનાં ઘર પાસે ક્રિકેટ રમતો હતો. ત્યારે તેની બાજુમાં જ રહેતાં સાવાભાઈએ કહ્યું કે અહીંયા મારા ઘર પાસે ક્રિકેટ રમવું નહિ કહી ફડાકો મારી લીધેલ. બાદ દાદુના પિતા હકાભાઈ સવભાઈને સમજાવવા ગયા ત્યારે હકાભાઈના સગા ભાઈ જેતુભાઈ અને તેનો પુત્ર ટપુભાઈ તથા તેનાં ભાઈના સસરા સવાભાઈએ ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરી પાઈપ વડે હકભાઈને માર માર્યો હતો.
ત્યાર બાદ ઈજાગ્રસ્ત થયેલ હકાભાઈને સારવાર અર્થે ધારી સરકારી હોસ્પિટલ બાદ અમરેલી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર જણાતાં જુનાગઢ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy