લોધિકાના ખાંભામાં અજાણ્યા યુવાનની હત્યા

Local | Rajkot | 23 April, 2024 | 11:41 AM
♦ ઔદ્યોગિક વિસ્તારમાંથી યુવકનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા લોધિકા પોલીસ, એલસીબી, એસઓજીની ટીમો દોડી ગઈ
સાંજ સમાચાર

♦ મૃતકની ઉંમર આશરે 35 વર્ષ, લાશ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ, તીક્ષ્ણ હથિયારથી ગળુ ચીરી નાખી હત્યા કરાયાનું અનુમાન

♦ યુવાન પરપ્રાંતિય શ્રમિક હોવાની ધારણા, ઓળખ કરવા તજવીજ: હત્યારાને પકડવા આસપાસના સીસીટીવી ફુટેજ મેળવવા પોલીસની કસરત

રાજકોટ તા.23
 રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામે ગઈકાલે સાંજે હત્યા કરાયેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા લોધિકા પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આશરે 35 વર્ષીય મૃતકની ઓળખ કરવા અને હત્યારાને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હતી.

આ અંગે વિસ્તૃત વિગત મુજબ, ગઈકાલે સાંજે લોધિકા પોલીસને જાણ થઈ હતી કે, ખાંભા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક અજાણ્યા યુવાનનો મૃતદેહ પડયો છે. બનાવના પગલે લોધિકા પોલીસના પીએસઆઈ કે.વી. પરમાર તેમની ટીમ સાથે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી જોતા મૃતકની ઉંમર આશરે 35 વર્ષની હોવાનું જણાયું.

મૃતકના ગળામાં તીક્ષ્ણ હથિયારનો ઘા મારી ગળુ ચીરી નાખ્યું હોવાનું જોવા મળ્યું. ઉપરાંત માથામાં, ચહેરા પર અને શરીરના અન્ય ભાગો ઉપર પણ ઈજાના નિશાન હતા. જેથી બનાવ હત્યાનો હોવાનું પ્રાથમિક દ્દષ્ટિએ જણાતા ફોરેન્સીક ટીમને જાણ કરાઈ હતી. સ્થળ પરથી નમૂના લેવાયા હતા. જરૂરી કાગળ કાર્યવાહી અને પંચનામુ કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવેલ.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક પરપ્રાંતિય શ્રમિક હોવાનું જણાઈ રહ્યું છે. જો કે, તેની ઓળખ કરવા બનાવ સ્થળ આસપાસના કારખાનામાં, અહીં ઓરડીઓમાં રહેતા શ્રમિકો અને વિસ્તારમાં પુછપરછ કરવામાં આવી રહી છે.

હત્યારાની જાણકારી માટે સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરાઈ છે. હાલ મૃતક કોણ? અને તેનો હત્યારો કોણ? આ બે સવાલના જવાબ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોધિકા પોલીસની જુદી જુદી ટીમો, એલસીબી-એસઓજીની ટીમો તપાસમાં જોડાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj