જસદણમાં કોળી સેનાના આગેવાનોની બેઠક યોજાઈ: રૂપાલાને ખુલ્લું સમર્થન

Local | Jasdan | 04 May, 2024 | 11:15 AM
સાંજ સમાચાર

(હિતેશ ગોસાઈ) જસદણ,તા.4
જસદણના વિવિધ વિસ્તારોમાં કોળી સેનાના આગેવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણના કમળાપુર રોડ પર આવેલ ધર્મભક્તિ સોસાયટીના હોલ ખાતે કોળી સેનાની ખાસ મીટીંગ મળી હતી. આ મીટીંગમાં ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ પી.સોલંકી, અમરેલીના યુવા આગેવાન ચેતનભાઈ શિયાળ, જુનાગઢ વાડીના પ્રમુખ ભુપતભાઈ ડાભી,તેમજ જસદણ માર્કેટ યાર્ડના ડિરેક્ટર પ્રેમજીભાઈ રાજપરા તેમજ કોળી સમાજના યુવા આગેવાન સંજયભાઈ રાજપરા જસદણ કોળી સેનાના આગેવાન ઘનશ્યામભાઈ સરીયા, જંગવડના આગેવાન બીસુભાઈ,  તેમજ અશોકભાઈ સોલંકી તેમજ માંધાતા ગ્રુપના પ્રમુખ મુકેશભાઈ ભેસજાળીયા તેમજ દેપરાના સરપંચ વિનુભાઈ જસદણ નઞર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને કોળી  બીજલભાઈ ભેંસજાળીયા  તેમજ અમરશીભાઈ રાઠોડ તેમજ કરણભાઈ યાદવ  તેમજ જસદણ તાલુકાના વિવિધ ગામોના કોળી સરપંચો  સહિતના કોળી સેનાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કોળી સેનાના આવેલા મહેમાનો નું ફુલહારથી સ્વાગત કર્યું હતું આ કોળી સેનાની મીટીંગનું આયોજન ઘનશ્યામભાઈ સરીયાની આગેવાનીમાં યોજવામાં આવી હતી. આ મીટીંગમાં જસદણ શહેર અને તાલુકાના કોળી સેનાના આગેવાનો જોડાયા હતા. આ તકે કોળી સેનાના આગેવાનોએ પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં ઉભા રહેવા હાંકલ કરી હતી અને સમાજના આગેવાનોએ બે હાથ ઉંચા કરીને પરસોત્તમભાઈ રૂપાલા ને  ખુલ્લું સમર્થન આપ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ આભાર વિધિ જસદણ કોળી સેનાના આગેવાન એવા ઘનશ્યામભાઈ સરિયા એ કરી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj