હાલારમાંથી કોળી સમાજનું મોટા પ્રમાણમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને અપાયું જાહેર સમર્થન

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 06 May, 2024 | 03:09 PM
જામરાવલ, જામજોધપુર અને કાલાવડમાં વિશાળ જાહેરસભાને ગુજરાતના મંત્રી પુરૂષોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સમાજના યુવા આગેવાન દિવ્યેશ સોલંકીએ કર્યુ સંબોધન
સાંજ સમાચાર

જામનગર તા.6

જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમને ચોમેરથી પ્રચંડ આવકાર રહ્યો છે, ત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા કોળી સમાજમાંથી પણ મોટું જન સમર્થન પ્રાપ્ત થયું છે, અને પૂનમબેન માડમને સતત ત્રીજી ટર્મમાં જંગી સરસાઈ સાથે વિજયી બનાવવા માટેનો નિર્ધાર કર્યો છે.

 ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યભાઈ સોલંકી કે જેઓએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ કર્યો છે. તેઓ દ્વારા જામ રાવલ, જામજોધપુર અને કાલાવડમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય વિશ્વાસ સભાઓ ગજવી હતી. પ્રત્યેક સ્થળે બહોળી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ- બહેનો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, અને લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જંગી લીડની સાથે સતત ત્રીજી વખત વિજેતા બનાવવા સંકલ્પ કરી હાકલ પણ કરી હતી.

 દિવ્યેશભાઈ સોલંકી દ્વારા બંને જિલ્લામાં ઝંઝાવતી પ્રવાસ કરવામાં આવ્યો છે, જેઓની સાથે કોળી સમાજના અન્ય મહાનુભાવો અને બંને જિલ્લાના હોદ્દેદારો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેને લીધે પૂનમબેન માડમને જંગી અને ઐતિહાસિક લીડ સાથે જીતાડવા માટેનો સંકલ્પ થઈ રહ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj