ચુડા પંથકમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઇનાં પ્રચાર પ્રસારમાં ક્ષત્રિય સમાજનાં આગેવાનોનો ઉગ્ર વિરોધ

Local | Surendaranagar | 18 April, 2024 | 01:51 PM
ભાજપનાં કાફલાને માર્ગમાં રોકનાર 7 યુવાનોની પોલીસ અટકાયત
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
 

લીંબડી સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પાર્ટીના કાર્યકરો સાથે ચુડા તાલુકાના નવી મોરવાડ, કોરડા, ચોકડી, ચાચકા, છત્રિયાળા અને ભૃગુપુર ગામે પ્રચાર પ્રવાસનો કાર્યક્રમ યોજાયો હતો. 3 ગામનો પ્રવાસ પૂરો કરી ભાજપના ઉમેદવાર અને કાર્યકરોનો કાફલો ચાચકા ગામે પહોંચ્યો હતો. ચાચકા ગામના ક્ષત્રિય યુવાનોએ ભાજપના કાફલોને રોક્યો હતો.

પરષોત્તમ રૂપાલાના વિરોધને લઈને ભાજપના ઉમેદવાર અને કાર્યકરોને ગામમાંથી બહાર જવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જોતજોતામાં માહોલ ગરમાયો હતો. ચુડા પીએસઆઈ રામદેવસિંહ ગોહિલ સહિત પોલીસ ટીમને દોડી આવવું પડ્યું હતું. વિરોધ કરતાં યુવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાનો માનવા તૈયાર જ નહોતા. વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. ક્ષત્રિય યુવાનો અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.

યુવાનો કોઈપણ ભોગે ભાજપના ઉમેદવાર કે કાર્યકરોને ચાચકા ગામમાં સભા કે પ્રચાર કરવા દેવા માંગતા નહોતા! ક્ષત્રિયોનો ગુસ્સો વધતો જોઈ પોલીસ ટીમ મેઘરાજસિંહ રાણા, મહેન્દ્રસિંહ રાણા, વનરાજસિંહ રાણા, અરવિંદસિંહ રાણા, નરેન્દ્રસિંહ રાણા, ગીરીરાજસિંહ રાણા, સુરપાલસિંહ રાણાને ડિટેઈન કરી ચુડા પોલીસ મથકે લઈ ગયા હતા. ત્યારબાદ ચાચકા ગામે ભાજપે બેઠક કરી હતી. સાંજે ડિટેઈન કરેલા ક્ષત્રિયોને છોડી દેવામાં આવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj