ગામડાઓની જેમ શહેરમાં પણ હવે ખુલ્લો વિરોધ પ્રસર્યો

રાજકોટમાં પ્રદ્યુમન રોયલ હાઈટસમાં રૂપાલાના પ્રચારમાં ક્ષત્રિયોનો વિરોધ-નારેબાજી: કાર્યક્રમ રદ્દ: પોલીસ દોડાવાઈ

Local | Rajkot | 27 April, 2024 | 04:33 PM
સોસાયટીમાં યોજાનાર કાર્યક્રમ પછી ભાજપ કાર્યકરના ઘરે રાખી દેવાયો
સાંજ સમાચાર

 તાજેતરમાં ક્ષત્રિયો વિષે વિવાદાસ્પદ વિધાન કરી ફસાઈ ગયેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.

અનેક સ્થળોએ ભાજપ અને રૂપાલા સામે પ્રવેશબંધીના પોસ્ટરો લાગી ગયા છે ત્યારે આજરોજ રાજકોટ શહેરનાં પુષ્કરધામ મેઈન રોડ ઉપર આવેલ પ્રદ્યુમ્ન રોયલ હાઈટસમાં ભાજપના કાર્યકર અને આગેવાન દ્વારા પરસોતમભાઈના સન્માન અને અભિવાદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ અંગે સોસાયટીનાં ક્ષત્રિય રહીશોને જાણ થતા તેઓએ ભારે નારેબાજી સાથે રૂપાલા સામે વિરોધ પ્રગટ કર્યો હોય

આ સોસાટટીનાં હોલમાં સોસાયટીનાં કોઈ સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના યોજાયેલા આ કાર્યક્રમ અંગે ક્ષત્રિય યુવાનોને જાણ થતા તેઓએ રૂપાલાની હાય.. હાય બોલાવી ભારે વિરોધ પ્રદર્શન કરતા અંતે ભાજપ આગેવાને આ કાર્યક્રમ રદ કરવો પડયો હતો અને સોસાયટીનાં હોલને બદલે આ કાર્યક્રમ ભાજપ આગેવાને વ્યકિતગત કરી નાખ્યો હતો અને તેના ઘરે જ રૂપાલાનાં સન્માનનો કાર્યક્રમ યોજવો પડયો હતો. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ક્ષત્રિય દ્વારા આ સોસાયટીમાં ભારે વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. એસપી, પીઆઈ અને ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવેલ હતો. (તસ્વીર: દેવેન અમરેલીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj