લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીની પ્રક્રિયા તેજ: રાજકીય માહોલ જામ્યો

લલિત વસોયા- જેનીબેન ઠુંમર- રાજેશ ચુડાસમાએ ફોર્મ ભર્યા

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 11:26 AM
પોરબંદર-જૂનાગઢ-અમરેલી ઉપરાંત બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી ખેડામાં દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી
સાંજ સમાચાર

રાજકોટ: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારી નોંધાવાના આજે પાંચમા દિવસે વિવાદમાં સપડાયેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સહિતના વધુ 10 ઉમેદવારો પક્ષના નોમીનેશન ભરશે.

તા.19 સુધી ચાલનારી આ ચુંટણીમાં સૌની નજર રાજકોટ લોકસભા બેઠક વચ્ચે જયાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં સમાધાનના તમામ પ્રયાસો નિષ્ક્રીય નિવડયા છે અને ક્ષત્રિય સમાજે હવે તા.19 સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે અને તે બાદ બીજા તબકકાના વિરોધ શરૂ થશે.

આજે રૂપાલા ઉપરાંત પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને ખેડામાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ ઉમેદવારી નોંધાવી છે અને તે સાથે હવે આવતીકાલે રામનવમીની રજા બાદ તા.18 અને 19ના રોજ વધુ ઉમેદવારી થશે. સૂત્રોના જણાવ્યા મુજબ તા.18ના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને તા.19ના કેન્દ્રીય મંત્રી અમીત શાહ પણ ઉમેદવારી કરશે. આ પુર્વે તા.18ના અમદાવાદ અને ગાંધીનગરમાં શ્રી અમીત શાહ બે તબકકાનો રોડ-શો યોજાશે.

રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે હવે સતાવાર રીતે ઉમેદવારી પુર્વેની ધર્મયાત્રા શરૂ કરી છે. તેમાં ખોડલધામથી ચોટીલા સુધી દર્શન કરશે અને તા.18ના રોજ ઉમેદવારી નોંધાવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj