રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મતદાન માટે શપથ લેવડાવશે

રાષ્ટ્ર માટે મહત્તમ મતદાન કરવા વોટમેક્સ અભિયાનનો પ્રારંભ

Local | Rajkot | 27 April, 2024 | 04:27 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 27 
સમગ્ર વિશ્વ લોકશાહીનાં જે મહાપર્વ ઉપર મીટ માંડીને બેઠું છે, તેવી પુખ્ત લોકશાહીનું પ્રથમ અને દ્વિતીય ચરણનું મતદાન પૂરું થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં 7 મેનાં દિવસે લોકશાહીનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જ્ઞાતિ, જાતિથી ઉપર ઉઠી મહત્તમ મતદાનની અપીલ કરતું એક અભિયાન રાજકોટમાં શરૂ થયું છે, જેનું નામ છે ‘વોટમેક્સ કેમ્પેન’. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનું જ મહત્તમ મતદાનની અપીલ કરતું અભિયાન છેડાયેલ. જેની વિશેષતા સમાજનાં દરેક વર્ગને અપીલ કરતાં વિષયો અને સૌને સાથે જોડતી કાર્યપધ્ધતી છે.

મતદાન દિવસ પહેલાં કરવાનાં જાગૃતિનાં કાર્યો જેવા કે રાજકોટ શહેરનાં કુરિયરમાં રોજનાં 10,000 પત્રવ્યવહાર થતાં હોય, તેમાં રાષ્ટ્રહિતમાં મતદાન, 100 % મતદાન’નાં સ્ટેમ્પ મારી જાગૃત કરવા, વિવિધ સોસાયટીમાં જઈ મહત્તમ મતદાનથી થતાં ફાયદા સમજાવવા, લોકશાહીમાં લોકોની મહત્તમ રાજકીય લોકભાગીદારી વધે એ હેતુથી વિવિધ મોલ, હોટેલ, કથા સ્થળ, લગ્ન સ્થળ, વિવિધ મંદિરે જઈને મહત્તમ મતદાનનો સંકલ્પ લેવડાવવો. સેલ્ફી સ્ટેન્ડ દ્વારા યુવાનોમાં જાગૃતિ લાવવી, પોસ્ટર, પત્રિકા મોબાઈલ બજાર, મેડીકલની દુકાને લગાવવી, સોશ્યલ મીડિયામાં મહત્તમ મતદાનનો પ્રચાર પ્રસાર કરવો, પ્રેસ મીડિયા દ્વારા જાગૃતિ ઝુંબેશને વેગ આપવો, વિવિધ છાત્રાલયોમાં એક મતની કીમત સમજાવવી, વગેરે કરવામાં આવશે. રાજકોટના ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં મતદાન માટે શપથ લેવડાવશે. અત્યાર સુધીમાં 30થી વધુ ફેક્ટરીઓની મુલાકાત લઈ મતદાનના શપથ લેવડાવ્યા હતા. 

આ અભિયાનને સફળ બનાવવા નાથાભાઈ કમાણી, મંગેશભાઈ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, ગૌતમભાઈ ધમસાણીયા, રજનીભાઈ છાંટબાર, અજયભાઈ જોશી, રતિલાલભાઈ ગણાત્રા, રમેશભાઈ ત્રિવેદી, કૈલાસભાઈ રાજપરા, વિષ્ણુભાઈ ખાન્ડલા, નવીનચંદ્ર ગોરડિયા, દર્શનભાઈ ભેસદડીયા, પરિમલભાઈ જોશી, ડો કેઆર રામ તથા ડેનીસભાઈ આડેસરા ની સમગ્ર ટીમ મહત્તમ મતદાન કરાવવા વોટમેક્સ કેમ્પેન દ્વારા સરાહનીય પ્રયાસ કરી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj