(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.26
મૂળી તાલુકાના ઉમરડા, ટીડાણા બાજુ આવેલ વાડી વિસ્તારમાં દીપડો દેખાતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. જ્યારે તંત્ર દ્વારાદીપડો ઝડપી લેવા ખેડૂતો એ માંગ કરાઇ છે. મૂળી સહિત આસપાસનાં ગામોમાં અગાઉ અવાર નવાર દીપડો દેખાવાનાં બનાવો બની ચૂક્યા છે. ત્યારે હાલ મૂળી તાલુકાનાંઉમરડા ટીડાણા સિમ વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાંદીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું.
દીપડાનાં ડરનાં કારણે ખેડૂતો ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. આ અંગે ઉમરડા ગામનાંકનુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજનાં સમયે દીપડો દેખાયો હતો. 10 જેટલા લોકોને દીપડાએ દેખા દિીધી છે ત્યારે તંત્ર દ્વારા દીપડાને પકડી કાર્યવાહી કરાય તેવી અમારી માંગ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સિવાય પણ ઘણા વિસ્તારોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy