( ભોલુ રાઠોડ) ઉપલેટા તા.9
ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો સતત આતંક વધી રહ્યો છે. જેમાં કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર કાંઠાના ખેતી વિસ્તારની અંદર દીપડાએ આતંક મચાવી લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ભયભીત કરી દીધા હોવાનું સામે આવ્યું છે દીપડાએ વાછરડીને પોતાનો શિકાર બનાવી વાછરડીનું મારણ કર્યો હોવાનું સામે આવ્યું છે.
મારણ કર્યા બાદ દીપડાએ વાડીમાં ધામા નાખ્યાનું હોવાનો સામે આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું સામે આવ્યું છે જેથી આ અંગે જવાબદાર તંત્ર તાત્કાલિક અસરથી દીપડાને પાંજરે પૂરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. ઉપલેટા શહેરના કોબાની ગારી તરીકે ઓળખાતા ભાદર નદી કાંઠે આવેલ ખેતરમાં ગત દિવસે દીપડાએ વિક્રમભાઈ બારૈયાના ખેતરમાં આવેલ તબેલામાં રહેલ વાછરડીને પોતાનો શિકાર બનાવી મારણ કર્યું હતું.
આ બનાવ બન્યા બાદ બીજે દિવસની રાત્રે બાજુમાં વિજયભાઈ ડેરના આવેલ કેળના ખેતરમાં રાત્રે આરામ ફરમાવતો હોઈ તેવો દૃશ્યો ખેડૂતોએ કેમેરામાં કેદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં દીપડાના આતંકથી આ વિસ્તારના ખેડૂતો, પર પ્રાંતીય મજુરો સહિતનાઓમાં ડર ફેલાયો છે. સ્થાનિક ખેડુત મેહુલ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે, ગત દિવસે અહીંના ખેતરમાં એક નાની વાછરડાનું મારણ થયું હતું આ બનાવની બીજી રાત્રિએ બાજુમાં આવેલ કેળના ખેતરમાં દીપડો આરામ ફરમાવતો હોઈ તેવા દૃશ્યો દેખાતા કેમેરામાં કેદ કર્યા હતા ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પુરીના અહીંયાના ખેડૂતોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy