ગોંડલમાં લેઉવા પટેલ કેળવણી મંડળ દ્વારા સાંજે સ્નેહમિલન યોજાશે: દાતાઓનું કરાશે સન્માન

Local | Gondal | 04 May, 2024 | 10:24 AM
સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના કોલેજ બિલ્ડીંગનું નિર્માણ કરાશે
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા), ગોંડલ તા.4
ગોંડલ લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચાલતી શૈક્ષણિક સંસ્થા ક્ધયા છાત્રાલયમાં હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલેજ બિલ્ડીંગ નિર્માણ થનાર છે. લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા આજે શનીવાર બપોર બાદ 6 થી 8 રમેશભાઈ ધડુક ના અધ્યક્ષ સ્થાને  ક્ધયા છાત્રાલય ના દાતાઓનું સન્માન અને સ્નેહ મિલન યોજવામાં આવશે. મોટી સંખ્યા માં લેઉવા પટેલ સમાજ ના પરિવારજનો ઉમટી પડશે. આ કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ જેમાં લાઇટિંગ, મંડપ, ડેકોરેશન, સ્ટેજ સહિત ની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટ ગોંડલ અને શ્રીમતી જે.એમ.કાછડીયા લેઉવા પટેલ ક્ધયા છાત્રાલયના સંયુક્ત ઉપક્રમે શનિવારે સાંજે 6 થી 8 સાંસદ રમેશભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને દાતા સન્માન અને લેઉવા પટેલ સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદેશ સમાજના જરૂરિયાત મંદ લોકોની દીકરીઓના ઉચ્ચશિક્ષણ માટે આગામી સમયમાં નિર્માણ થનાર શાળા અને કોલેજનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું "વિધા શક્તિ ભવન" માં જે દાતાઓએ દાતારી બતાવીને સહયોગ કરેલ છે તેનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવશે. અને સાથે સાથે નવી પેઢી શિક્ષિત અને દીક્ષિત બને સમાજ માં એકતાના દર્શન થાય એ હેતુથી આ કાર્યક્રમ માં લેઉવા પટેલ સમાજ ના સહકુટુંબ પધારવા શ્રી લેઉવા પટેલ ક્ધયા કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધડુક અને સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવાયું છે.

સંસ્થાના પ્રમુખ વિઠ્ઠલ ધડુકના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં એલ.કે.જી. થી લઇ ડબલ ગ્રેજ્યુએશન થ્રુ આઉટ અંગ્રેજી માધ્યમના વર્ગો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિલ્ડીંગ તૈયાર થવા જઈ રહ્યું છે. જે ભવિષ્યમાં અન્ય રાજ્યો અને દેશની યુનિવર્સીટી સાથે સંલગ્ન કરી ઉચ્ચ અભ્યાસ આપવા તત્પર છીએ. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj