ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાં ઓવરલોડના કારણે લિફટ પટકાઈ: કોઈ જાનહાની નહી

Local | Surendaranagar | 23 April, 2024 | 01:31 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.23
ધ્રાંગધ્રામાં ખાનગી હોસ્પિટલની લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી. કોઈ જાનહાનિનથી થઈ ઓવરલોડ વજન થઈ ગયો હોવાના લીધે લિફ્ટ પટકાઈ હોવાનું અનુમાન છે.

ધ્રાંગધ્રા શહેરની હળવદ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલના બીજા માળેથી અચાનક લિફ્ટ નીચે પટકાઈ હતી. જેમાં સ્થાનિક હોસ્પિટલની પણ બેદરકારી હોવાનું સામે આવ્યું છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓની ખબ અંતર પૂછવા આવેલા કેટલાક લોકો લીફ્ટમાં ચડ્યા હતા અને અચાનક જ ક્ષમતા કરતા વજન વધી જવાના લીધે લિફ્ટ બીજા માળેથી નીચે પટકાઈ હતી.

જોકે સદનસીબે લિફ્ટમાં સવાર કોઈપણના જાનહાનિ થઈ ન હતી પરંતુ આ તરફ આ પ્રકારે લીફ્ટની સુવિધા હોવાથી ખાનગી હોસ્પિટલ દ્વારા ફરજિયાત પણે લિફ્ટની સાળ સંભાળ રાખવા સાથેની બેજવાબદારી લીધે આ પ્રકારનો અકસ્માત સર્જાયો હોવાનું પણ દર્દીના પરિવારજનો દ્વારા પાસે થી જણાવાયું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj