મિતાણા પાસેથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ: 1ની ધરપકડ

Local | Morbi | 25 April, 2024 | 12:08 PM
અન્ય એક શખ્સ ફરાર: રૂા.1.92 લાખના દારૂ સાથે 5.91 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.25
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે ઈરીગેશનના બંગલા સામે રોડ ઉપર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ એસેન્ટ ગાડી અને તેની પાછળ આવી રહેલ મહિન્દ્રા જીતો પ્લસ ગાડીને રોકાવામાં આવી હતી ત્યારે મહેન્દ્ર જીતો ગાડીનો ચાલક પોતાનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા વાહનોને ચેક કરવામાં આવતા મહિન્દ્રા જીતો પ્લસ ગાડીમાંથી દારૂની નાની 1920 બોટલ તેમજ 1440 પાઉચ મળી આવ્યા હતા.

આ બનાવમાં પોલીસે દારૂનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની કિંમતનું વાહન અને તે ગાડીનું પાયલોટિંગ કરતી એસેન્ટ ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ મળીને 5,91,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને વાહન છોડીને નાશી ગયેલા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂ તેમજ રૂપિયાની હેરાફેરી ન થાય તે માટે થઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મીતાણા ગામ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાં ઈરીગેશનના બંગલા સામેથી પસાર થઈ રહેલ એસન્ટ ગાડી અને મહિન્દ્રા જીતો પ્લસ ગાડીને રોકવામાં આવતા મહિન્દ્રા જીતો પ્લસ ગાડી નંબર જીજે 36 વી 4356 નો વાહન ચાલક તેનુ વાહન ત્યાં સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા બંને વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. 

ત્યારે મહેન્દ્રા જીતો પ્લસ ગાડીમાંથી દારૂની નાની 1920 બોટલો મળી આવતા 1,92,000 ની કિંમતની દારૂની બોટલો તેમજ દારૂના 1440 પાઉચ મળી આવ્યા હતા જેની કિંમત 1,44,000 અને 1.5 લાખ રૂપિયાની કિંમતનું વાહન તે ઉપરાંત દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરી રહેલ એસન્ટ ગાડી નંબર જીજે 3 સીએ 5768 જેની કિંમત એક લાખ રૂપિયા અને એક મોબાઈલ ફોન જેની કિંમત 5000 રૂપિયા આમ કુલ મળીને પોલીસે 5,91,000 ની કિંમત નો મુદ્દા માલ કબજે કરીને એસન્ટના ચાલક સાજીદભાઈ અલ્લારખાભાઈ લંજા જાતે સંધી (34) રહે જંકશન પ્લોટ શેરી નં-1 રાજકોટ વાળા ની ધરપકડ કરેલ છે અને દારૂ ભરેલ વાહન નો ચાલક મોસીન રફીકભાઈ કડિયા રહે મોરબી વાળો નાસી છૂટ્યો હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj