જૂનાગઢ જિલ્લામાં 675 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ

Local | Junagadh | 20 April, 2024 | 12:20 PM
મતદાન પ્રક્રિયાના નિરીક્ષણ અને દેખરેખ માટે કંટ્રોલરૂમમાં 14 કર્મચારીઓનું મોનિટરિંગ
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.20   
જૂનાગઢ જિલ્લા લોકસભા સામાન્ય અને વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ તા.7 મે ના રોજ મતદાન થનાર છે. જૂનાગઢ જિલ્લામાં કુલ 1335 મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા 50 ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર વેબકાસ્ટિંગ કેમેરા દ્વારા વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ જૂનાગઢ જિલ્લામાં 675 મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે.
જૂનાગઢ જિલ્લાના 675 મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવશે.

આ વેબ કાસ્ટિંગની કામગીરી પર નિરીક્ષણ અને નિયંત્રણ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં એક વિધાનસભા મત વિસ્તારદીઠ બે  કર્મચારીઓને દેખરેખ રાખવા માટે ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત સુપર વિઝનની કામગીરી જિલ્લાના વેબકાસ્ટિંગ માટેના નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj