લોકસભા ચૂંટણી : કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ જાહેર

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Ahmedabad | 13 April, 2024 | 04:32 PM
રાજકોટ સહિત ચાર બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકોના પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરવાના બાકી : ધાનાણીની ઉમેદવારી રૂપાલા ફેકટર પર આધારીત
સાંજ સમાચાર

અમદાવાદ,તા.13
આગામી સમયમાં યોજાઇ રહેલી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે હજુ ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે અન્ય ર0 બેઠકો પર ઉમેદવારીની તારીખ જાહેર કરી દીધી છે. 

જેમાં 15 એપ્રિલના રોજ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરમાં ઋત્વિક મકવાણા, જામનગરમાં જે.પી.મારવીયા અને બારડોલીમાં સિધ્ધાર્થ ચૌધરી ઉમેદવારી નોંધાવશે. તા.16ના રોજ કચ્છમાં નીતેશ લાલન, સાબરકાંઠામાં ડો.તુષાર ચૌધરી, ગાંધીનગરમાં સોનલ પટેલ, અમદાવાદ પશ્ર્ચિમમાં ભરત મકવાણા, અમરેલીમાં જેનીબેન ઠુંમર, છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવા, વલસાડમાં અનંત પટેલ, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ અને પોરબંદરમાં લલીત વસોયા ઉમેદવારી કરશે.

જયારે તા. 18ના રોજ પાટણમાં ચંદનજી ઠાકોર, આણંદમાં અમિત ચાવડા, જુનાગઢમાં હિરાભાઇ જોટવા, ખેડામાં કાળુભાઇ ડાભી, દાહોદમાં ડો.પ્રભાબેન તાવીયાદ, વડોદરામાં જયપાલસિંહ પઢીયાર, સુરતમાં નિલેશ કુંભારી ઉમેદવારી  કરશે.

કોંગ્રેસે રાજકોટ બેઠક માટે પરેશ ધાનાણીનું નામ નકકી કર્યુ છે પરંતુ તે કયારે ફોર્મ ભરશે તે તારીખ જાહેર કરી નથી. નવસારી, મહેસાણા અને અમદાવાદ પૂર્વ બેઠક માટે પક્ષના ઉમેદવારોની યાદી બાકી છે. પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj