મેટોડા કંપનીમાં કામ પર જ પ્રૌઢ ઢળી પડ્યા: હાર્ટએટેકથી મોત

Local | Rajkot | 19 April, 2024 | 11:54 AM
મૃતક સીએનસી કંપનીમાં ડ્રાંઇવિંગની નોકરી કરતા હતાં: સારવાર મળે તે પહેલાં જ દમ તોડતાં પરિવારમાં કલ્પાંત
સાંજ સમાચાર

રાજકોટ. તા.19
હાર્ટએટેકના બનાવો શહેરમાં અવિરત રહ્યા હોય તેમ વધું એક હૃદય ધબકારા ચુકી ગયું હતું. રાજનગર ચોકમાં રહેતા રમેશભાઈ સોલંકી નામના 52 વર્ષીય પ્રૌઢ મેટોડા કામ પર હતા ત્યારે આવેલો હાર્ટએટેક જીવલેણ નીકળતાં તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 

બનાવની વિગત મુજબ રાજકોટમાં રાજનગર ચોકમાં આવેલ દેવનગરમાં રહેતા રમેશભાઈ મેપાભાઇ સોલંકી (ઉ.વ.52) પોતે મેટોડા મેક પાવર નામની કંપનીમાં ડ્રાંઇવિંગની નોકરી કરે છે તે ગઈકાલે સાંજે 5 વાગ્યે કંપનીએ હોઈ ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તેમને સારવારમાં પ્રથમ મેટોડા ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવતાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યા હતાં.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે મેટોડા પોલોસને જાણ કરી હતી. વધુમાં મૃતકને સંતાનમા એક પુત્ર એક પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj