સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર સાથે સોશ્યલ મીડિયામાં ફોટો અપલોડ કરનાર શખ્સ પકડાયો: ધરપકડ

Local | Surendaranagar | 25 April, 2024 | 02:00 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 25
અશોકકુમાર યાદવ (આઇપીએસ) પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટનાઓની સુચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા (આઇપીએસ) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ તેમજ હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવૃતી શોધી કાઢવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંધાને પો.ઇન્સ એચ.જે.ભટ્ટ નાઓના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સકિલભાઈ સલીમભાઇ કુરેશી(મુ.માન) ઉવ.રર ધંધો-ખેતી રહે. બજણા તા પાટડી જી.સુરેન્દ્રનગર વાળા હોવાનું જણાવેલ.તેમજ પોતે ફોટામાં ધારણ કરેલ હથિયાર પોતાના સબંધી કરીમભાઈ જુશબભાઇ કુરેશી જાતે.મુ.માન ઉવ.80 ધંધો ખેતીકામ રહે.બજાણા તા.પાટડી જી.સુરેન્દ્રનગર વાળાનુ પરવાના વાળુ હથિયાર હોવાનું જણાવેલ, જેથી સદરહુ ઈસમ સકિલભાઇ સલીમભાઇ કુરેશી નાઓ હથિયારનો પરવાનો ધરાવતા ના હોવા છતા તેમજ પરવાનાધારક કરીમભાઇ જુશબભાઇ કુરેશી નાઓએ પોતાનું પરવાનાવાળુ હથિયાર આ સકિલભાઇ સલીમભાઇ નાઓને કબ્જામાં આપેલ અને સકિલભાઇએ ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર ઈસમ બંને ઈસમો (1) સકિલભાઇ સલીમભાઇ કુરેશી(મુ.માન) ઉવ.22 ધંધો-ખેતી રહે. બજણા તા પાટડી જી.સુરેન્દ્રનગર તથા પરવાનાધારક (2) કરીમભાઇ જુશબભાઇ કુરેશી જાતે.મુ.માન ઉવ.80 ધંધો ખેતીકામ રહે.બજાણા તા. પાટડી જી.સુરેન્દ્રનગર વાળાનાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે.અને બંને આરોપી વિરૂધ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ ક.25 (1-ઇ), 29(ઇ) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj