વર્લ્ડ આઈપી ડેનાં રોજ રાષ્ટ્રીય વિકાસ માટે નવીનીકરણનું નેતૃત્વ

મારવાડી યુનિ.એ 100 પેટેન્ટ ફાઈલ કરી નવુ સીમાચિન્હ હાંસલ કર્યુ

Local | Rajkot | 26 April, 2024 | 04:50 PM
આયુર્વેદના સિંધ્ધાતોનું પાલન કરનારી ઈમેજ પ્રોસેસિંગ પર આધારિત ડીસીઝ ડીરેકશનના સિસ્ટમ અને સ્માર્ટ એગ્રીકલ્ચર સિસ્ટમ જેવી કાંતિકારી ટેકનોલોજી વિકસાવી: એસએચઆઈપી સાથે મળી પેટેન્ટસ ફાઈલ કરવા પેટેન્ટસ ફેકલ્ટી ઓફ એન્જીનિયરીંગની શરૂઆત કરી: છેલ્લા બે વર્ષમાં 210થી વધારે આઈપીઆર ફાઈલ કર્યો
સાંજ સમાચાર

એક સમય હતો ગુજરાતનાં છાત્રોને અન્ય રાજયોમાં જવુ પડતુ હતું: હવે સમય બદલાયો

રાજકોટ,તા.26

મારવાડી યુનિવર્સિટીએ તેના સેન્ટર ફોર ઇનોવેશન, ઇન્ક્યુબેશન એન્ડ રીસર્ચ (MUIIR) મારફતે ભારતના ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરીને વર્લ્ડ આઇપી ડે 2024ની ઉજવણી કરી હતી. આ દિવસની ઉજવણી કરવા માટે 100 પેટેન્ટ્સ ફાઇલ કરીને મારવાડી યુનિવર્સિટીએ નવીનીકરણને પ્રોત્સાહન આપવાની તેની કટિબદ્ધતાનું પાલન કર્યું છે.

વર્લ્ડ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ડે દર વર્ષે 26 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. પેટેન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાકર્સ અને ડીઝાઇન્સ અંગે તથા તે લોકોના રોજબરોજના જીવન પર કેવી રીતે પ્રભાવ પાડે છે તેના અંગે જાગૃતિ પેદા કરવા માટે તથા સર્જનાત્મકતા અને સમગ્ર વિશ્વના સર્જકો અને ઇનોવેટર્સ દ્વારા આપવામાં આવેલા યોગદાનોને સન્માનિત કરવા માટે વર્ષ 2000માં વર્લ્ડ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આ ઇવેન્ટની સ્થાપના કરવામાં આવી હતી.

WIPOના સ્ટેટિસ્ટિકસ મુજબ વર્ષ 2022માં સમગ્ર વિશ્ર્વમાં 34.57 લાખ પેટેન્ટ્સ ફાઇલ કરવામાં આવી હતી. ઇન્ડિયા પેટેન્ટ ઑફિસ મુજબ, નાણાકીય વર્ષ 2022-2023માં લગભગ 80,211 પેટેન્ટ્સ ફાઇલ કરવામાં આવી હતી. તે ભારતમાં નવીનીકરણો અને આઇડીયાને માન્યતા આપવાની અને તેને પેટેન્ટ કરાવવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

વિદ્યાર્થીઓમાં નવીનીકરણને પોષવા અને પ્રોત્સાહન આપવા માટે IPR પ્રોટેક્શનના મહત્ત્વને માન્યતા આપવા માટે મારવાડી યુનિવર્સિટીએ કેટલાક સક્રિય પગલાં લીધાં છે, જેથી કરીને આ ઇવેન્ટ મારફતે પેટેન્ટ્સના ફાઇલિંગ અને મંજૂરી આપવાની પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવી શકાય તથા તેને સુવિધાજનક બનાવી શકાય.

વર્લ્ડ આઇપી ડે 2024ના રોજ 100 પેટેન્ટ્સ ફાઇલ કરાવવી એ ફક્ત એક પ્રતીકાત્મક કાર્ય નહોતું પરંતુ તે તો યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી)ને અનુરૂપ રહીને નવીનીકરણને આગળ વધારવાની મારવાડી યુનિવર્સિટીની કટિબદ્ધતાનું મૂર્ત પ્રદર્શન હતું. આ પેટેન્ટ્સ હેલ્થકેર, સેનિટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લાઇમેટ એકશન સહિતના વિવિધ ક્ષેત્રોના ગંભીર પડકારોને ઉકેલવા માટેના ઉપાયોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી પૂરી પાડે છે.

આવા કેટલાક નોંધપાત્ર નવીનીકરણોમાં આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરનારી અને ઇમેજ પ્રોસેસિંગ પર ,આધારિત ડીસીઝ ડીટેક્શન સિસ્ટમ, મૂત્રમાર્ગના ચેપની સારવાર કરવા માટે અને વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે કૃષિ અવશેષોનો ઉપયોગ કરનારું પોર્ટેબલ યુરિનેશન ડીવાઇઝ તથા દર્દીની સારવાર કરતી વખતે નિયંત્રિત વાતાવરણને જાળવી રાખવા માટેના હોસ્પિટલ બેડ મ શીલ્ડનો સમાવેશ થાય છે.

વધુમાં મારવાડી યુનિવર્સિટીએ સ્ટ્રોક રીહેબિલિટેશન માટે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેટર, પાણીના શુદ્ધિકરણ માટે નેનો-સેલ્યુલોઝ ફાઇબર્સ અને ખેતીની ઊપજમાં નોંધપાત્ર વધારો કરવા માટે સ્માર્ટ એગ્રીકલ્ચર સિસ્ટમ જેવી ક્રાંતિકારી ટેકનોલોજીઓ પણ વિકસાવી છે.

રસપ્રદ વાત તો એ છે કે, કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રોમાં સંકળાયેલા વિધાર્થીઓના માતા-પિતા પણ પ્રોબલેમ સ્ટેમેન્ટની સાથે મદદરૂપ થવા માટે આગળ આવ્યાં હતાં, જે સમસ્યાઓનું વિધાર્થીઓએ તેમના નવીનીકરણો મારફતે ઉકેલ શોધી કાઢ્યો હતો.

મારવાડી યુનિવર્સિટીએ આ નવીન ઉકેલો અને આઇપીઆરને રસ ધરાવતા ઉદ્યોગો, સંસ્થાઓ તેમજ સમાજને ટ્રાન્સફર કરવાની કામગીરી શરૂ કરી છે. આઇપીઆરના સ્વરૂપમાં રહેલી આ પ્રકારની કેટલીક ટેકનોલોજીઓને રસ ધરાવતા ઉદ્યોગોને તેમજ સંસ્થાઓને પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેના પરિણામે ઇનોવેટર્સને આવક પણ મળવા લાગી છે.

યુનિવર્સિટીએ રાજ્ય સરકારના સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ (એસએસઆઇપી)ની સાથે ભેગા મળીને પેટેન્ટ્સને ફાઇલ કરવા માટે રૂ.18 લાખ ખર્ચ્યા હતા. મોટાભાગના પેટેન્ટ્સ ફેકલ્ટી ઑફ એન્જિનીયરિંગ દ્વારા શરૂ કરવામાં આવી હતી.

મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ જણાવ્યું હતું કે, ’મારવાડી યુનિવર્સિટી ખાતે અમે નવીનીકરણ અને ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટીના સંરક્ષણ માટેની એક સહાયક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છીએ. સંશોધન અને નવીનીકરણમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાના યુનિવર્સિટીના અથાક પ્રયત્નો પેટેન્ટ્સ મેળવવાના અને સામાજિક પ્રભાવ પાડવાના અમારા પ્રયાસોમાં જોઈ શકાય છે. વર્લ્ડ આઇપી ડેની ઉજવણી જેવી પહેલ મારફતે અમારો ઉદ્દેશ્ય ઇનોવેટર્સની એક નવી પેઢીને પ્રેરિત કરવાનો છે, જેઓ આપણાં સમાજમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકે.’
છેલ્લાં બે વર્ષમાં યુનિવર્સિટીના MUIIR સેન્ટરે 210થી વધારે આઇપીઆર ફાઇલ કર્યા છે,

જેમાં આઇપી ઑફિસ તરફથી ગ્રાન્ટ મેળવવામાં સફળતાનો દર 75% જેટલો ખૂબ જ સારો રહ્યો છે. યુનિવર્સિટીની આ પહેલ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ઇન્ડસ્ટ્રી પાર્ટનરોમાં ઇનોવેશન અને આંત્રપ્રેન્યોરશિપના કલ્ચરને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતાને દર્શાવે છે.

મારવાડી યુનિવર્સિટી ઉદ્યોગો, સંગઠનો, સંસ્થાઓ અને એસોસિયેશનોને આઇપીઆરને ફાઇલ કરવાની તથા દેશના વિકાસમાં યોગદાન આપવાની પ્રક્રિયાને વેગ આપવા માટે સહયોગ સાધવા આમંત્રિત કરે છે. યુનિવર્સિટી ઇનોવેટર્સને તેનો સપોર્ટ પૂરો પાડવા તથા તેના MUIIR સેન્ટર મારફતે પેટેન્ટ ફાઇલ કરવા અંગે માર્ગદર્શન ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને સહાયરૂપ થવા માટે અડગ છે.

►B TECHનો કોર્ષ શીખવા મારવાડી યુનિ.માં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણાનાં છાત્રો આવશે

એક સમય હતો ગુજરાતનાં છાત્રોને અન્ય રાજયોમાં જવુ પડતુ હતું: હવે સમય બદલાયો

રાજકોટ,તા.26
મારવાડી યુનિ.જુદી-જુદી ફેકલ્ટીમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, કોમ્પ્યુટર સહિત પાંચ ફેકલ્ટી સાથે સ્ટાટઅપ સંબંધિત પ્લેટફોર્મ પુરૂ પાડે છે મારવાડી યુનિ.એ છેલ્લા બે વર્ષમાં 120 છાત્રોને સ્ટાટઅપ માટે મદદ પુરી પાડી છે. વિવિધ ત્રણ કેટેગરીમાં છાત્રોની પસંદગી થાય છે. યુનિ.માં એમયુઆઈઆર સેન્ટર ચાલી રહ્યુ  છે.જે છાત્રો, ફેકલ્ટી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરોને પ્રોત્સાહન પુરૂ પાડે છે.મારવાડી યુનિ.માં ચાલતા B TECHકોર્ષ શીખવા આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણાના છાત્રોનું રજીસ્ટ્રેશન થયું છે જેઓ પ્રકેટીસ કરવા માટે આવી રહ્યા છે.મારવાડી યુનિમાં છેલ્લા સાડા ત્રણ માસથી આ કોર્ષ માટે છાત્રો પ્રેકટીસ કરી રહ્યા છે. જેમાં ત્રણ કેટેગરીના છાત્રોની પસંદગી થાય છે.જે અંતર્ગત આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટકના 1500 જેટલા 27 એપ્રિલે રાજકોટ આવી રહ્યા છે.

►મારવાડી યુનિ.નું ઉદ્યોગો-સંગઠનો, સંસ્થાઓને આઈપીઆર ફાઈલ કરવા માટે આમંત્રણ

બે વર્ષમાં સેન્ટર મારફત 210થી વધારે આઈપીઆર ફાઈલ

રાજકોટ તા.26
મારવાડી યુનિ. રાષ્ટ્રના વિકાસ માટે નવીનીકરણનું નેતૃત્વ કરી રહી છે. યુનિ.નો ઉદેશ્ય ઈનોવેટર્સની એક નવી પેઢીને પ્રેરિત કરવાનો છે કે જેઓ હકારાત્મક પરિવર્તન લાવી શકે.
મારવાડી યુનિ.માં છેલ્લા બે વર્ષમાં એમયુઆઈઆર સેન્ટરમાં 210થી વધારે આઈપીઆર ફાઈલ કર્યા છે. છાત્રો, ઈન્ડસ્ટ્રીને લાભ થયો છે. આ સેન્ટર મારફત ઉદ્યોગો, સંગઠનો, સંસ્થાઓ અને એસો.ને સહયોગ પુરો પાડવા કટીબદ્ધ છે.
યુનિ. ઈનોવેટર્સને તેનો સપોર્ટ પુરો પાડવા માર્ગદર્શન ઈચ્છતા કોઈપણ વ્યક્તિને સહાયરૂપ થવા માર્ગદર્શન આપવા તત્પર છે.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj