(દેવાભાઇ રાઠોડ)
પ્રભાસ પાટણ તા.25
વેરાવળ તાલુકાના ભાલપરા ગામે આવેલ બાય પાસ તાલાલા ચોકડી ખાતે ભાલકેશ્ર્વર વિલા રીચોર્ટ ખાતે 26-4-24 ને શુક્રવારના રોજ ભાલકેશ્ર્વર મિત્ર મંડળ અને ભગવાનભાઈ સોલંકી આયોજીત સર્વ હિન્દુ સમાજના સર્વ જ્ઞાતિ ચોથા સમુહ લગ્નોત્સવ નુ આયોજન કરવામાં આવેલ છે જેમાં મા બાપ વગરની અને ગરીબ પરિવારની 33 દિકરી ઓ પ્રભુતામાં પગલાં પાડશે.
આ સમૂહ લગ્નમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા મહા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સમૂહ લગ્ન વ્યવસ્થા ના ભાગરૂપે બે તબક્કામાં યોજશે જેમાં સવાર ના 8 થી 9 દાંડીયા રાસ રાખવામાં આવેલ છે અને 1 થી 16 નંબર ની માંડવા ની દિકરી ઓ નુ સવારે લગ્ન યોજાશે જેમાં 1 થી 10 કલાક સુધી ભોજન અને 1,30 કલાકે જાન વિદાય અને 17 થી 31 નંબર ના માંડવાની દિકરીઓના બપોર બાદ લગ્ન યોજાશે.
દાંડીયા રાસ 4 થી 5 કલાકે યોજાશે સાંજના 6 કલાકે ભોજન અને જાન વિદાય રાત્રીના 11 કલાકે રાખવામાં આવેલ છે આ સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ 33 ક્ધયા ઓને ગૃહ ઉપયોગી વસ્તુઓ સમિતિ તરફથી ભેટ આપવામાં આવશે આ સમૂહ લગ્નમાં પધારવા તેમજ રક્તદાન કરવા ભાલકેશ્ર્વર મિત્ર મંડળ અને ભગવાનભાઈ સોલંકી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy