મતદાન જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તો વધુને વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે પડધરી તાલુકાના સરપદડ ગામે આઇ.સી.ડી.એસ તથા મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ, ટંકારા તાલુકાના હમીરપર ગામ, ટંકારા તાલુકાના સાવડી ગામ, માળીયા તાલુકાના દેવગઢ ગામમા બહેનો દ્વારા હાથમાં મહેંદી મૂકીને મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવ્યો હતો.
"મારો મત મારો અધિકાર” સ્લોગન બહેનોએ મહેંદીના માધ્યમથી અંકિત કરવામાં આવ્યા હતા અને બહેનોએ મતદાન અચૂક કરીશું અને અન્યને પણ મતદાન કરવા માટે કહીશું તેમ જણાવ્યું હતું.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy