સ્કૂલે જતી 13 વર્ષની ધો.10 ની છાત્રાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સણોસરાના શખ્સની ધરપકડ

Crime | Rajkot | 26 April, 2024 | 11:49 AM
રાજકોટની ભાગોળે આવેલ વિસ્તારનો બનાવ: પુત્રી મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારે પોલીસને જાણ કરી: તાલુકા પોલીસે તરૂણીને શોધી પૂછતાછ કરતાં આરોપીએ દુષ્કર્મ કર્યાનું જણાવતાં પોલીસ ચોંકી ઊંઠી
સાંજ સમાચાર

રાજકોટ. તા.26
રાજકોટમાં દુષ્કર્મ અને છેડતીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે 13 વર્ષની ધો.10 ની છાત્રાને લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે રાજકોટ શહેરની ભાગોળે રહેતાં પિતાએ તેની અભ્યાસ કરતી 13 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કરનાર સણોસરાના બાબા ફરિદ ઉર્ફે ભાઈજાન હસમતઅલી નાનાણી અને તેના મિત્રનું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની દીકરી ધો.10 માં ભણતી હોય સ્કૂલે જતી હોય ત્યારે બાબાએ તેણીનો સંપર્ક કરી મિત્રતા કેળવી તેણીને લગ્નની લાલચ આપી હતી. દરમિયાન ગઈકાલે તેમની પુત્રી બપોરે સ્કૂલે ગઈ હતી બાદમાં સાંજ સુધી તે પરત ન ફરતાં તેની શોધખોળ શરૂ કરી હતી. 

પરંતુ તેણીનો કોઈ પતો નહિ લાગતા તાલુકા પોલીસની મદદ લીધી હતી. દરમિયાન આરોપી બાબાફરીદ જ તેણીની દીકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ઉઠાઈ ગયાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં બાબાને ઝડપી પાડયો હતો.

પુત્રીની પૂછતાછમાં તેની સાથે બાબાએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા પરિવાર નીચેથી જમીન શરકી ગઈ હતી. બનાવ અંગે પીઆઈ એમ.ડી.હરિપરા સહિતના સ્ટાફે પિતાની ફરિયાદ પરથી આરોપી બાબા ફરિદ વિરુદ્ધ અપહરણ, પોક્સો, દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj