કેશોદનાં પંચાળા ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગનો દરોડો: હિટાચી-ડમ્પરો જપ્ત કરાયા

Local | Junagadh | 25 April, 2024 | 12:56 PM
માટી-વાહનો સહિત રૂા.2 કરોડ 45 લાખનો મુદ્દામાલ સીઝ
સાંજ સમાચાર

(પ્રકાશ દવે દ્વારા) કેશોદ તા.25 
કેશોદ પોલીસ સ્ટેશન  વિસ્તારના પંચાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા ઈસમો સામે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયેવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કેશોદ તાલુકાના પંચાળા ગામ ખાતે અર્જુનેશ્વર મહાદેવના મંદીર તરફ આવેલ સીમ વિસ્તારમાં અમુક ઈસમો ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરતા હોય જે અનુસંધાને રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડના માઈન્સ સુપરવાઝર  જે.એન.કરમુરને માહિતી મળતાં તેઓએ  કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સ્વીભાઈ સહિતના સ્ટાફના  સાથે રાખીને પંચાળા ગામે લંગર સીમ વીસ્તારમા સુરેશભાઈ સામતભાઈ ગરચરના ખેતરમા ગેરકાયદેસર રીતે ખનન કરતા ટાટા કંપનીનું કેન્ચરી કોલરનું હિટા થી dlrex 1101 110-10816 કીમત રૂ. આશરે 20 લાખ તથા ડમ્પર નંબર - GJ 07 YZ 8900  અને માટી આશરે 12 મે. ટન કી.રૂ- 35 લાખ 5-1.00 વબુ કલરનું સ્વરાજ કંપનીનું એક્ટર તથા માટી આશરે 4 મે.ટન કી = આશરે 4 લાખ સ્મોલ ડમ્પર રજી ને- GI 03 AW 2955 માટી આશરે 15 મે ટન કી.રૂ- આશરે 25 લાખ સ્મોલ કેપર રજી - 6119 04875 real આશરે 15 મે.ટન કી રૂ. રે મ લાબ ખાલી હાલતમાં મળેલ ડમ્પર રજી નંGJ 06 A2 2623 કી.રૂ- આશરે 35 લાખ ઉપરોક્ત વાહન મળી કુલ મુદામાલ કી.રૂ.1,45,00,000/- નો મુદામાલ જપ્ત કરેલ. હોવાનું જાણવા મળ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj