(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.24
મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નીચે માંડલ ગામ પાસે આવેલ સીમપેરા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમેશ રામપાલસિંહ ઉર્ફે આપજી યાદવ (42) નામનો યુવાન ગઈકાલે તેના ભાઈ સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો અને ફોન ઉપર વાત કરતા સમયે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતા તેને લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે
જુગાર
હળવદમાં આવેલ જંગરીવાસના નાકા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી અને આરોપી તોફિકભાઈ ગુલામહુસેનભાઇ ભટ્ટી (33) રહે. જંગરીવાસ હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે
બાઇક સ્લીપ
મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ એસ.કે. એન્જિનિયરિંગ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ સોરવી સૌરભ ગુપ્તા (30) નામનો યુવાન મોરબીના ટિંબડી ગામના પાટીયા નજીકથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને તે યુવાનને ઇજાઓ થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એલ. બારૈયા દ્વારા કરવામાં આવેલ છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy