મોરબી લાલપર ગામે પીએચસીમાં કરાઇ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

Local | Morbi | 26 April, 2024 | 01:19 PM
સાંજ સમાચાર

ગઇકાલ 25 એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કરોલીયાની સૂચના અને લાલપર પીએચસીના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ અને અમિતાબેન મૂછડીયાના માર્ગદર્શન અનુસાર  આરોગ્ય કર્મી દિલીપભાઈ દલસાણીયા, અનિલ પઢારીયા દ્વારા લાલપર તાલુકા શાળાના બાળકો તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શું શું ના કરવું એ બાબતે યોગ્ય માહિતી આપવામાં આવી હતી અને ગપ્પી ફિસ અને પોરા નિદર્શન કરાવીને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું.

મેલેરિયા અટકાયત માટે પપેટ શો નું આયોજન કરી ને શાળાના બાળકો અને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા લાલપર તાલુકા શાળાના પ્રિન્સિપાલ અને સાથી સાહિત ના કર્મચારીઓએ મદદ કરી હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj