(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 9
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગત માર્ચ-2024 માં લેવામાં આવેલ ધો. 12 ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધો. 12 સાયન્સમાં સમગ્ર રાજ્યનું 82.45 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જો કે, મોરબી જિલ્લો 92.80 ટકા પરિણામ સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે અને સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું 91.93 ટકા પરિણામ આવેલ છે જો કે, મોરબી જિલ્લાનું 94.91 ટકા પરિણામ સાથે બીજા ક્રમે આવેલ છે
લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામને જાહેર કરવા માટે સરકાર તરફથી લીલીઝંડી આપવામાં આવી હતી જેથી કરીને આજે ધો. 12 ના તમામ પરિણામો જાહેર કરવામાં આવેલ છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2024 માં લેવામાં આવેલ પરીક્ષાઓમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ દ્વારા મેદાન મરવામાં આવ્યું છે વધુમાં મળી રહેલા માહિતી મુજબ માર્ચ 2024 માં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,11,132 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જેમાંથી એ-વન ગ્રેડમાં 1034, એ-ટુ ગ્રેડમાં 8983, બી-વન ગ્રેડમાં 18514, બી-ટુ ગ્રેડ 22115, સી-વન ગ્રેડમાં 21964, સી-ટુ ગ્રેડમાં 16165 અને ડી-ગ્રેડમાં 2844 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માર્ચ 2024માં ધો.12 સામાન્ય પ્રવાહમાં 3,78,268 વિદ્યાર્થીમાંથી 3,47,738 પાસ થયા છે. અને એ-વન ગ્રેડમાં 5522, એ-ટુ ગ્રેડમાં 42799, બી-વન ગ્રેડમાં 82544, બી-ટુ ગ્રેડ 98881 પાસ થયેલ છે જો કે, મોરબી જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ આવ્યું છે. ત્યાર બાદ ટંકારા કેન્દ્રનું 96.07, મોરબી કેન્દ્રનું 94.68 ટકા પરિણામ અને વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા પરિણામ આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy