અમદાવાદ, તા.9
દાહોદમાં ભાજપ નેતાના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરીંગના બનાવ બાદ ભાજપ માટે શર્મનાક બનાવ મહેસાણામાંથી બહાર આવ્યો છે. પાર્ટીના જ નેતા દ્વારા મહિલા નેતાને ફોન કરીને બિભત્સ માંગણી કરાયાની ફરિયાદ થતાં સનસનાટી મચી છે. ભાજપનો જ નેતા હોવાને કારણે પોલીસ તેને છાવરતી હોવાનો અને કોઇ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
મહેસાણા લોકસભા ચૂંટણીના મતદાન બાદ ભાજપને શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના મહિલા નેતાને ભાજપના જ એક સભ્યએ ફોન કરીને અઘટિત માંગણી કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મહિલા નેતા ગત 30 એપ્રિલના રોજ ખેરાલુ ખાતે ધારાસભ્ય કાર્યાલય ખાતે મિટિંગમાં હાજર હતા, ત્યારે તેમના મોબાઈલ ઉપર 8 વખત અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યા હતા. જે નંબર પર વાત કરતા ફોન કરનાર શખ્સે મહિલા નેતા પાસે બિભત્સ માંગ કરી હતી, સાથે જ આ શખ્સે મહિલા નેતાને કહ્યું હતું કે તું મારી સાથે સંબંધ રાખીશ તો તને ગાડી-બંગલો આપી દઈશ અને તને જિલ્લા પ્રમુખ બનાવી દઈશ.
ભાજપના મહિલા નેતાને ફોન આવ્યાના નવ દિવસ બાદ તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધાવ્યો છે, ત્યારે હાલ મહિલા અગ્રણી સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
તો બીજુ બાજુ મહિલા નેતાએ ફોન કરનાર શખ્સનો મોબાઈલ નંબર પોલીસને આપ્યો હોવા છતાં પોલીસે આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ મહિલા નેતા કર્યો છે. આજદિન સુધી ફોન કરનાર સામે કાર્યવાહી ન થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. કહેવાય છે કે ફોન કરનાર કથિત રીતે ભાજપનો જ હોવાના કારણે પોલીસ તેને છાવરી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy