વિસાવદર,તા.2
લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.‘મતદાન અચૂક કરો’, ‘મતદાન મેરા અધિકાર’, ‘વોટ ફોર નેશન’, ‘ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ’, ‘આઈ એમ રેડી ટૂ વોટ’ જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને વિદ્યાર્થીનિઓ દ્વારા અનોખી રીતે મતદાન જાગૃતિ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy