રાજકોટ, તા.26
મુંજકામ યુવકનું હૃદય થંભી જતાં મોત નીપજ્યું હતું. જીગર મકવાણાનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
બનાવની વિગત મુજબ રાજકોટના મુંજકામાં રહેતો જીગર ભરતભાઈ મકવાણા (ઉ.વ.42) સવારે ઘરે હતો. ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેભાન થઈ જતાં તુરંત યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા તેઓનાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. જીગરને હાર્ટએટેક આવી ગયાનું તેઓનાં પરિવારજનોએ જણાવ્યું હતું. મૃતક બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. તેઓ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy