ઉના પીજીવીસીએલના નાયબ ઈજનેરની કાર ઘરે પડી હોવા છતાં નાગેશ્રી ટોલ ટેકસ કપાયો

Local | Veraval | 24 April, 2024 | 11:17 AM
રૂ45 ઓનલાઈન કપાયાનો મેસેજ આવતા આશ્ચર્ય સર્જાયું
સાંજ સમાચાર

ઉના,તા.24
ગુજરાત સરકાર વાહન ચાલકો પાસેથી વાહનનાં ટેક્ષ વિમા અને તમામ પ્રકારનાં ટેક્ષ નિયમો અનુસાર આરટીઓ રજીસ્ટ્રેશન વખતે મેળવી લે છે પરંતુ નેશનલ હાઇવે ફોર્ટ પર વાહન વ્યવહાર ચાલતો હોય ત્યાં જુદાં જુદાં પ્રકારનાં ટોલ ટેક્ષ નાકાં ઊભા કરી દેવાયેલ છે હજું તો નેશનલ હાઇવે ફોર્ટ ટેક પુરો બન્યો નથી ઠેરઠેર કામ અધુરા પડ્યા છે ત્યાં તો ટોલ ટેક્ષ ઊભાં કરીને વસુલાત ચાલું કરી લીધી છે અને વાહન ટોલ ટેક્ષ નાકાં થી પ્રસાર થયું ન હોવાં છતાં ઓનલાઈન ફાસટેક ટેક્ષ કપાતો હોવાનો અનુભવ ઊના પીજીવીસીએલ નાયબ ઈજનેર થતાં તે પણ આશ્ર્ચર્યજનક સ્થિતિ માં મુકાયાં હતાં

ઊના નાં પી જી વી સી એલ કચેરી સબ ડિવિઝન માં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા અને દેલવાડા રોડ ઉપર આવેલ વિધાનગર સોસાયટીમાં રહેતા બી એમ સોલંકી પોતાની માલીકી ની ફોર વીલ ગ્રાન્ડ આઇ ટેક ગાડી નંબર જી જે 32 બી 2668 લઈ ને ક્યાંય ગયાં નથી પોતાનાં ધર નાં આંગણે ગાડી પડી હતી અને તા 23 નાં સવારે 8/39 કલાકે નાગેશ્રી ટોલ ટેક્ષ નાકાં પર ગાડી ગયાં વગર આ અધિકારીની ગાડીનો રૂ।5નો ઓનલાઇન ટેક્ષ કપાયાંનો મેસેજ આવતાં નાગેશ્રી ટોલ ટેક્ષની જાદુગરી નિતી નિયમો થી આશ્ર્ચર્યજનક સ્થિતિમાં મુકાયાં હતાં 

આ બાબતે મીડીયા સાથે વાત કરતાં પી જી વી સી એલ કચેરી નાં સબ ડિવિઝન નાયબ કાર્યપાલક ઇજનેર એ જણાવ્યું હતું કે મારી ગાડી ધરે પડી છે સી સી ટીવી કેમેરા હેઠળ હોય હું સવારે ક્યાંય ગાડી લઈને બહાર ગયેલ નથી મારી ફરજ પર હાજર હોવાં છતાં અચાનકજ નાગેશ્રી ટોલ ટેક્ષ નાકાં પર નો વાહન પ્રસાર થયાં વગર ટેક્ષ કપાયો હોવાનો મેસેજ આવતાં ચોંકી ગયા હતાં ટોલ ટેક્ષ નાકાં નાં સંચાલક કો ની આવી બે દરકારી નાં કારણે અનેક વાહન ચાલકો નાં નાણાં કપાતાં હશે અને વાહન પ્રસાર થયાં વગર લોકો ને ડામ આપવાની રીતિનિતી સિસ્ટમ સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj